આરોપીઓનો મર્ડર સહીત ગુન્હાહિત ઇતિહાસ
વાંકાનેર ઉપરાંત અન્ય શહેરોમાંથી કુલ અડધો ડઝન બાઈક ચોરી કરનાર પાંચ સભ્યોની ટોળકીને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લઇ આગળ તપાસ ધપાવી છે.
જાણવા મળ્યા મુજબ આરોપીઓમાં ભાવનગર રોડ પરની ફારુકી સોસાયટીમાં રહેતા આર્યન સલીમ બ્લોચ, મેરાબાપાની વાડી પાસે રહેતા અલ્તાફ ઉર્ફે કડી દિલાવર ખેરડીયા, લાખાજીરાજ શ્રમજીવી સોસાયટીમાં રહેતા જુમ્માશા નૂરશા શાહમદાર ઉપરાંત બે કિશોરોનો પણ સમાવેશ થાય છે.
આ ટોળકી પાસેથી પોલીસે 6 ચોરાઉ બાઈક અને ચોરાઉ મનાતા 3 મોબાઈલ મળી કુલ રૂ. 1.80 હજારનો મદ્દામાલ કબ્જે કર્યો છે. ઝડપાયેલો અલ્તાફ આ અગાઉ ખૂનની કોશિશ, મારામારી સહીત અડધો ડઝન ગુન્હામાં, આરોપી આર્યન મારામારી સહીત બે ગુન્હામાં જયારે આરોપી જુમ્માશા મર્ડર સહીત બે ગુન્હામાં પકડાઈ ચૂક્યો છે.
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો