વાંકાનેર: આજ તારીખ 19/01/2024 ને વાર શુક્રવારના રોજ વાંકાનેર તાલુકા કક્ષાએ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવેલ હતું.
જેમાં ગાંગીયાવદર પ્રાથમિક શાળાએ ખો-ખો રમતમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે અને વિઠ્ઠલપર પ્રાથમિક શાળાએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલું છે. તેમજ આજરોજ ખોખો રમતની 20 ટીમ આવેલ હતી. સ્થળ અમરસિંહજી હાઇસ્કુલના ગ્રાઉન્ડમાં યોજાયેલ. ગાંગીયાવદર પ્રાથમિક શાળાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યા બદલ ખુબ ખુબ અભિનંદન !
આ સફળતાથી વિદ્યાર્થીઓ ઉપરાંત ગાંગીયાવદર પ્રાથમિક શાળાના વસંતકુમાર ચૌહાણ અને શ્રી વિઠલપર પ્રા.શાળા આચાર્ય પરમાર રાજેદ્નકુમાર ફકીરભાઈની મહેનત રંગ લાવી છે.