કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

પંચાસર ચોકડીએ સાયકલને હડફેટે લેતા મરણ

ગાંગીયાવદરના યુવાનનું ટોલ નાકા પાસે અકસ્માતમાં મોત

નાઈટ ડ્યુટીમાં કામ કરતો યુવાન નાસ્તો લેવા જતો હતો

વાંકાનેર: ગાંગીયાવદરનો યુવાન વધાસીયા જી.આઈ.ડી.સીમાં આવેલ રોમેકસ સીરામીક કારખાનામા નાઇટની નોકરી કરવા ગયેલ ત્યારે રાત્રીના મોટર સાયકલ લઇને નાસ્તો લેવા નીકળેલ અને તેમની સાથે વધાસીયા ટોલનાકાથી વૃંદાવન હોટલ પાસે કોઇ અજાણ્યા વાહન ચાલક ભટકાડી નાશી ગયેલ છે. જેને વાંકાનેર સરકારી દવાખાને લઇ ગયેલ જ્યાં ડોકટરે મરણ નિપજ્યાનું જણાવેલ છે….
જાણવા મળ્યા મુજબ ગાંગીયાવદરના દીપકભાઈ ખીમાભાઈ ખમાણી (ઉ.વ.૩૭) એ ફરીયાદમાં લખાવેલ છે કે તા.૦૧/૦૭/૨૦૨૫ ના રાત્રીના અમારા ગામના જનકભાઈ સુખાભાઈ ધરજીયાનો ફોન આવેલ કે તમારા દીકરા જયદીપનું વધાસીયા ટોલનાકા પાસે વાહન અકસ્માત થયેલ છે અને તેને વાંકાનેર સરકારી દવાખાને સારવારમાં લઇ ગયેલ છે આથી હું તથા મારા કાકાનો દીકરો

કીશનભાઇ રામજીભાઈ ખમાણી બન્ને જણા વાંકાનેર સરકારી દવાખાને ગયેલ હતા ત્યાં આવી જોયુ તો મારા દીકરા જયદીપને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હતી અને વાંકાનેર સરકારી હોસ્પીટલના ફરજ પરના ડોકટર સાહેબે મારા દીકરાને જોઇ તપાસી મરણ ગયેલનું જાહેર કરેલ હતુ અને ત્યાં અમારા ગામના કિશાન સ્ટોન ક્રશર (વડસર) તરફથી ઈદ મુબારક

જનકભાઈ તથા રોમેકસ કારખાનામાં કામ કરતા અન્ય માણસો પણ હાજર હતા જનકભાઈએ જણાવેલ કે જયદીપ રાત્રીના સાડા બારથી એક વાગ્યાના અરસામાં મારૂ મોટર સાયકલ રજી નંબર.GJ-03-FS-9056 લઇને બહારથી નાસ્તો લેવા નીકળેલ હતો અને થોડીવાર પછી મને આ જયદીભાઇના ફોનમાંથી અજાણ્યા માણસનો ફોન આવેલ કે તમારા સંબંધી આ મોબાઇલ નંબરવાળા ભાઈનું ફોર્ચ્યુન ઇન્ડસ્ટ્રીઝ (ધમલપર) તરફથી ઈદ મુબારક

વધાસીયા ટોલનાકાથી વૃંદાવન હોટલ પાસે કોઇ અજાણ્યા વાહન ચાલક ભટકાડી નાશી ગયેલ છે. આથી હું તરત જ ત્યાં અકસ્માત થયેલ તે જગ્યાએ ગયેલ અને ત્યાં જતા જયદીપને ૧૦૮ એમ્બયુલન્સમાં વાંકાનેર સરકારી દવાખાને લઇ ગયેલ મને આ જનકભાઈએ બનાવની વાત કરેલ હતી પોલીસ ખાતાએ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે…..

Content Copying Forbidden !!

error: Content is protected !!