કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગાંજાનું વાવેતર કરનારા આરોપીના શરતી જામીન મંજૂર

કાછીયાગાળાના કોળી શખ્સ પાસેથી ૧.૩૧ લાખની કિંમતના મુદ્દામાલ કબજે કર્યો હતો

વાંકાનેરના કાછીયાગાળા ગામે ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતું; જેથી કરીને સ્થળ ઉપરથી ૧૨.૯૦૦ કિ. ગ્રામ ગાંજાનો જથ્થો કબજે કરીને ૧.૩૧ લાખની કિંમતના મુદ્દામાલ કબજે કર્યો હતો અને એક શખ્સની ધરપકડ કરીને જેલ હવાલે કરવામાં આવ્યો હતો, જેની જામીન આ અરજી મોરબી ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં મૂકવામાં આવી હતી, જેમાં આરોપીના વકીલની દલીલને ધ્યાને લઈને આરોપીના સહરતી જામીન મંજૂર કરવામાં આવેલ છે.

 

કાછીયાગાળા ગામે રહેતા રમેશભાઈ ઉર્ફે હફો જગાભાઈ ધરજીયા જાતે કોળીએ વાડીમાં ગાંજાનું વાવેતર કર્યું હતું, જેથી પોલીસે ૧૨ કિલો ૯૦૦ ગ્રામ ગાંજાનો જથ્થો કબજે કર્યો હતો અને ૧.૩૧ લાખ રૂપિયાની કિંમતના મુદ્દામાલને કબજે કર્યો હતો અને આરોપી રમેશ ઉર્ફે હફો જગાભાઈ ધરજીયા જાતે કોળી (૩૦) રહે. કાછીયાગાળા વાળાની ધરપકડ કરેલ હતી.

આ શખ્સની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. આરોપીના રિમાન્ડ લીધા હતા, જે રિમાન્ડ પૂરા થતાં તેને જેલ હવાલે કરવામાં આવ્યો હતો; ત્યાર બાદ આરોપીના વકીલો મારફતે મોરબીની ડિસ્ટ્રીક કોર્ટમાં જામીન અરજી મૂકવામાં આવી હતી, જેમાં આરોપીના વકીલે કરેલ દલીલને ધ્યાને લઈને કોર્ટે આરોપીના શરતી જામીન મંજૂર કરેલ છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!