વાંકાનેર: અટલ સ્વાન્તઃ સુખાય યોજના અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારીએ “પ્રોજેક્ટ અભિમન્યુ”માં સગર્ભા બહેનોના ગર્ભ સંસ્કાર થાય અને આવનારી પેઢીનું સારું નિર્માણ થાય તે માટે મોરબી જીલ્લાના દરેક તાલુકામાં આ કાર્યક્રમ કરવા જણાવેલ તે અંતર્ગત આઈસીડીએસ પ્રોગ્રામ ઓફિસરના માર્ગદર્શન હેઠળ વાંકાનેરના મહીકા ગામ ખાતે ગર્ભ સંસ્કાર કાર્યક્રમનું આયોજન ભારતીય સંસ્કૃતિ મુજબ વિધિગત રીતે કરવામાં આવેલ.
તારીખ 15 એપ્રિલ 2025 ના રોજ મહીકા ગામ ખાતે ગર્ભ સંસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં icds માંથી આંગણવાડી કાર્યકરો તેમજ મુખ્ય સેવિકા બહેન અને શાળાના શિક્ષિકા બહેન ફિમેલ હેલ્થ વર્કર અને સરપંચ શ્રી હાજર હતા, ગર્ભ સંસ્કાર કાર્યક્રમોમાં સગર્ભા માતાઓએ ગર્ભ સંસ્કાર કાર્યક્રમનો લાભ લીધેલ અને તેના વિશે માહિતી આપી તેમના ફાયદા સમજાવવામાં આવેલ તેમજ સગર્ભા માતાઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવેલ તેમજ પોષણ પખવાડા એપ્રિલ ૨૦૨૫ અંતર્ગત યોગ્ય પોષણ અને સગર્ભા બહેનો ને પ્રથમ ૧૦૦૦ દિવસની તેમજ MMY યોજનાની માહિતી આપવામાં આવી હતી…