કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

માટેલ ગામે શ્રી ખોડિયાર માતાજીના સાનિધ્યમાં ગર્ભ સંસ્કાર કાર્યક્રમ યોજાયો

માટેલ ગામે શ્રી ખોડિયાર માતાજીના સાનિધ્યમાં ગર્ભ સંસ્કાર કાર્યક્રમ યોજાયો

વાંકાનેર: અટલ સ્વાન્તઃ સુખાય યોજના અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારીએ “પ્રોજેક્ટ અભિમન્યુ” માં સગર્ભા બહેનોના ગર્ભ સંસ્કાર થાય અને આવનારી પેઢીનું સારું નિર્માણ થાય તે માટે મોરબી જીલ્લાના દરેક તાલુકામાં આ કાર્યક્રમ કરવા જણાવેલ, તે અંતર્ગત આઈસીડીએસ પ્રોગ્રામ ઓફિસરના માર્ગદર્શન હેઠળ વાંકાનેરના માટેલ ગામ શ્રી ખોડિયાર માતાજીના સાનિધ્યમાં પ્રોજેકટ અભિમન્યુ અંતર્ગત ઢુવા સેજાનો તારીખ 22/4/2025 ના રોજ ગર્ભ સંસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો સમય સવારે 9 થી 11વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો હતો. જેમાં આરોગ્ય સમિતિના ચેરમેન સરોજબેન નાયબ જીલ્લા આધિકારીશ્રી એસ. ટી. ભટ્ટ સાહેબ, જીલ્લા પોગ્રામ ઓફીસરશ્રી મયુરીબેન ઉપાધ્યાય, સામાજીક કાર્યકર્તા વાઘજીભાઈ, સરપંચશ્રી હર્ષદભાઈ તથા ગાયત્રી પરિવારમાંથી અશ્વિનભાઈ રાવળ, CDPO શ્રી અલ્પાબેન કચાવા દ્વારા ગર્ભસંસ્કાર કરવામાં આવ્યું હતું, સગર્ભા બહેનો 25, તેમના પરિવારના સભ્યો તથા આંગણવાડી વર્કર બહેનો તેમજ ઘટક 2 ના મુખ્ય સેવિકા બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવેલ ત્યારબાદ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું. જીલ્લા અધિકારીશ્રી દ્વારા કાર્યક્રમનું શાબ્દિક પ્રવચન, CDPO મેડેમ દ્વારા ગર્ભા અવસ્થા દરમિયાન જરૂરી સૂચનો, પોષણ વિષેની માહિતી, THR પેકેટનું રોજીદા જીવન ઉપયોગ કરવાનું મહત્વ, તેમાથી મળતા પોષક તત્વો; આ સિવાય હળવી કસરતો, યોગ, ૐ દ્વારા મેડીટેસન, એનું જીવનમાં ઉપયોગિતા, આધ્યાત્મિક જીવનના મૂલ્યો, આવનાર ભાવી પેઢીના ઉચ્ચતર સંસ્કાર થાય, આજનું બાળક એ ભવિષ્યનો સારો નાગરીક બને, એ હેતુસર જીલ્લા વિકાસ અધિકારી તથા અશ્વિનભાઈ રાવળ દ્વારા સગર્ભા માતાને સારું સંતાન પ્રાપ્ત થાય, એ માટે માર્ગદર્શન આપવામાં આવેલ હતું….

એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

 

Content Copying Forbidden !!

error: Content is protected !!