વાંકાનેર: અહીં જુનવાણી ગઢની રાંગની પૂર સરંક્ષક દીવાલ જર્જરિત હાલતમાં ઉભી છે, જે મચ્છુ નદીના પાણીને રોકે છે, દીવાલની એકદમ
સમાંતર હજારો લોકોની વસાહત હોવા છતાં તંત્ર આ મામલે ગંભીર નથી. કોઈ દુર્ઘટના સર્જાઈ તે પૂર્વે તંત્ર દ્વારા તાત્કાલીક કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.