ભાટિયા સોસાયટીના શખ્સને અકસ્માતમાં ઇજા
વાંકાનેર: તાલુકાના ગારીયા ગામે રહેતા 22 વર્ષની એક મહિલાએ ઝેરી દવા પી લેતા સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે….
જાણવા મળ્યા મુજબ ગારીયા ગામે રહેતા છાયાબેન રામજીભાઈ રોજાસરા (22) નામની મહિલાએ પોતે પોતાના ઘરે હતી ત્યારે કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની હોસ્પિટલ ખાતે લઈ ગયા છે અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે…
ભાટિયા સોસાયટીના શખ્સને અકસ્માતમાં ઇજા
વાંકાનેર ભાટિયા સોસાયટીમાં રહેતા 37 વર્ષના યુવાનને અકસ્માતે ઇજા થતા સારવાર હેઠળ છે….
જાણવા મળ્યા મુજબ વાંકાનેર ભાટિયા સોસાયટીમાં રહેતા લાભશંકર રામજીભાઈ (37) નામનો યુવાન બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે ધમલપર ચોકડી પાસે તેના બાઈક સાથે બીજું બાઇક અથડાયું હતું જેથી કરીને અકસ્માત થયો હતો જે બનાવમાં યુવાનને ઇજા થઇ હોવાથી તેને સારવાર માટે મોરબીની હોસ્પિટલ ખાતે લઇ ગયા છે અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે…