અજાણ્યા શખ્સ દ્વારા બાળકને માર માર્યો
વાંકાનેર શહેર નજીક લાલપર ગામના બોર્ડ પાસેથી પસાર થતા એક બાઇક ચાલકને ટેન્કર ચાલકે ઓવર ટેક કરવા જતાં
સાઈડમાંથી હડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલક આધેડને ઇજાઓ પહોંચતા તેમણે ટેન્કર ચાલક સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે….
જાણવા મળ્યા મુજબ ફરિયાદી મચ્છારામ ખાખીરામ ગોંડલીયા (ઉ.વ. ૫૦, રહે. ગારીયા) નામના આધેડ ગત તા. ૨૦ ના રોજ
સાંજે પોતાના સ્પ્લેન્ડર બાઇક પર વાંકાનેરથી પોતાના ગામ ગારીયા તરફ જઇ રહ્યા હોય, ત્યારે લાલપર ગામના બોર્ડ સામે તેમના બાઇકને
ઓવર ટેક કરવા જતાં ટેન્કર નં. GJ 12 BW 4117 ના ચાલકે સાઈડમાંથી હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં
ફરિયાદીના હાથ પર ટેન્કરના પાછળનું વ્હીલ ફરી જતાં તેમને ગંભીર ઇજાઓ પહોંચતા કોણીથી ઉપરનો જમણો હાથ કાપવો પડયો હતો,
જેથી આ બનાવમાં ફરિયાદીએ હોસ્પિટલ ખાતેથી સારવાર લીધા બાદ ટેન્કર ચાલક સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે….
અજાણ્યા શખ્સ દ્વારા બાળકને માર માર્યો
વાંકાનેર નજીકના સરતાનપર રોડ ઉપર આવેલ ઇટાલિક સીરામીક કારખાનામાં રહેતા રણજીતસિંહ જસવીરસિંહ (૧૩) નામના બાળકને
કોઈ અજાણ્યા શખ્સ દ્વારા અજાણ્યા સાધન વડે માર મારીને ઇજા કરવામાં આવતા ઇજા પામેલા બાળકને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને ગયા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ
આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે આ અંગેની આગળની વધુ તપાસ એલ.આર. ચૌહાણ ચલાવી રહ્યા છે
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો