વાંકાનેર: તાલુકાના ગારીડા સુન્ની મુસ્લિમ જમાતની યાદીમાં જણાવવામાં આવ્યું છે કે ગારીડા મુકામે નેશનલ હાઇવે સ્થિત હજરત પીર અબ્દુલશાહ બાવા (રહે.) નો ઉર્ષ શરીફ આવતા બુધવારે તા: 16 ઉજવવામાં આવશે, જેમાં બહોળી સંખ્યામાં હાજરી આપવા જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે. પ્રોગ્રામ નીચે મુજબ છે…
સંદલશરીફ: મંગળવાર તા: 15, ઈશાની નમાઝ બાદ
કુરઆન ખ્વાની: બુધવાર તા: 16, સવારે આઠ વાગે
ચાદરનું જુલુસ: બુધવાર તા: 16, સવારે નવ વાગે
આમ ન્યાઝ: બુધવાર તા: 16, મગરીબ બાદ
તકરીર: બુધવાર તા: 16, ઈશાની નમાઝ બાદ
આ પ્રોગ્રામ YouTube ST Islamic channel પરથી જોઈ શકાશે.
MO.6351329504/96647 92799