લજાઇ ચોકડીએ સાપ કરડી ગયો
વાંકાનેર: તાલુકામાં આવેલ ગારીડા ગામે રહેતા પરિવારની સગીર વયની યુવતી તેના ઘરે કોઈ કારણોસર દવા પી ગઈ હતી અને છેલ્લા પખવાડિયાથી મોરબીમાં સારવાર હેઠળ હતી જેનું સારવાર દરમિયાન ગત રાત્રીના મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.

જાણવા મળ્યા મુજબ ગારીડા ગામે રહેતા પરિવારની માનસીબેન દેવરાજભાઈ ધોળકિયા (ઉ. 17) સગીરા ગત તા.30-10-2025 ના સાંજના સાડા છ વાગ્યાના અરસામાં તેના ઘરે દવા પી ગઈ હતી. જેથી સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવી હતી.

જ્યાં છેલ્લા પખવાડિયાથી વધુ સમય માટે તે સારવાર હેઠળ હતી. દરમિયાનમાં ગઈકાલ તા.17-11 ના રાત્રિના 11:30 વાગ્યાના અરસામાં તેણીનું મોત નિપજયુ હતું. બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરાતા સ્ટાફના ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પ્રાથમિક તપાસ કરીને બનાવ સંદર્ભે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી.
લજાઇ ચોકડીએ સાપ કરડી ગયો
ટંકારા પાસેની લજાઇ ચોકડીએ વડવાળા હોટલ પાસે સાપ કરડી જતા લાલાભાઇ કરમણભાઇ મુંધવા (ઉ.22) ને સારવાર માટે મોરબી લઇ જવામા આવ્યો હતો.
