ચૂંટણી યોજવાની છે તેવા ગામોની મતદાર યાદીની પ્રાથમિક પ્રસિદ્ધ કરાઈ
વાંકાનેર: તાલુકામાં 11 ગામોમાં સામાન્ય ચૂંટણી અને 34 ગામોમાં 43 બેઠકો માટે જયારે ટંકારા તાલુકામાં 4 ગામોમાં સામાન્ય ચૂંટણી અને 22 ગામોમાં 35 બેઠકો માટે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. રાજ્યભરમાં છેલ્લા અઢી વર્ષથી ગ્રામ પંચાયતની ચૂંટણી અટકી જતા રાજ્યની 8400 જેટલી ગ્રામ પંચાયતોમાં લાંબા સમયથી વહીવટદાર શાસન ચાલી રહ્યું છે.
હવે ટૂંક સમયમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે જેના માટે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી શાખા દ્વારા તૈયારીઓ શરુ કરી દીધી છે. જે અંતર્ગત હાલમાં જે – જે ગ્રામપંચાયતોની સામાન્ય તેમજ પેટા ચૂંટણી યોજવાની છે તેવા ગામોની મતદાર યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ કરી દેવામાં આવી છે. જેમાં 8મી મે સુધીમા મતદાર યાદી અંગે વાંધા સૂચનો મંગાવી આગામી તા.16મીએ મતદાર યાદીની ફાઈનલ પ્રસિદ્ધિ કર્યા બાદ ચૂંટણી અંગેની વિધિવત જાહેરાત કરવામા આવશે.
વાંકાનેર તાલુકો
(1) કાશીપર-ચાંચડીયા, (2) ધરમનગર, (3) ભેરડા, (4) ગારીડા, )5) પલાંસડી, (6) પંચાસીયા, (7) સિંધાવદર- વીડી ભોજપરા, (8) ભાયાતી જાંબુડિયા, (9) પીપળીયા રાજ, (10) ચંદ્રપુર, (11) ભાટીયા (પ્રથમવાર ચૂંટણી)
ટંકારા તાલુકો
(1) લજાઈ, (2) ગજડી, (3) કલ્યાણપર, (4) જબલપુર