વેરાવળ-ગાંધીનગર કેપિટલ-વેરાવળ અને પોરબંદર-રાજકોટ-પોરબંદર ટ્રેનનો સમાવેશ
રાજકોટ: આવનારા તહેવારના સીઝનમાં મુસાફરોની વધતી સંખ્યા ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખી રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી બે જોડી ટ્રેનોમાં અસ્થાયી રૂપે બે-બે વધારાના જનરલ કોચ જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


આ વ્યવસ્થા 31 ઓક્ટોબર, 2025 થી 10 નવેમ્બર, 2025 સુધી અમલમાં રહેશે.ટ્રેન નં. 19119/19120 – વેરાવળ-ગાંધીનગર કેપિટલ-વેરાવળ દૈનિક એક્સપ્રેસ2) ટ્રેન નં. 19207/19208 – પોરબંદર-રાજકોટ-પોરબંદર દૈનિક એક્સપ્રેસ આ અસ્થાયી કોચ વધારાનો હેતુ તહેવારી મોસમ દરમિયાન વધતા મુસાફરોની સંખ્યા ધ્યાનમાં રાખીને વધુમાં વધુ મુસાફરોને આરામદાયક અને સુગમ મુસાફરીની સુવિધા ઉપલબ્ધ કરાવવાનો છે…
