વાંકાનેર તાલુકા શિક્ષક સંઘની કારોબારી મિટિંગ યોજાઈ હતી જેમાં સર્વાનુમતે મહામંત્રીની નિમણુક કરવામાં આવી છે
ગઈ કાલે વાંકાનેર પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી બેઠક સંઘ પ્રમુખ યુવરાજસિંહ વાળાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી, જેમાં પૂર્વ મહામંત્રી આબીદઅલી કોવડીયાની જીલ્લા ફેર બદલી થતાં વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક મહામંત્રી તરીકે નજુભાઈ માથકિયાની સર્વાનુમતે વરણી કરવામા આવી હતી. નજુભાઈ માથકિયા તીથવાના જિલ્લા પંચાયતના માજી સભ્ય હસનભાઈ માથકીયાના સુપુત્ર છે.
આ કારોબારી મીટીંગમાં વાંકાનેર તાલુકા શાળા નંબર 2 નવા સંઘસભ્ય તરીકે નિમાયેલા નિજામભાઈ શેરશિયાનું પણ સન્માન પણ કરવામાં આવ્યું હતું.
આ તકે તમામ કારોબારી સભ્ય હાજર રહ્યા હતા.જેમાં શિક્ષકોના પડતર પ્રશ્નો B.L.O બાબતે અને C.P.F ખાતા ખોલવવા બાબતે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી.