જો અપડેટ કરાવ્યાને 10 વર્ષ થઇ ગયા છે તો પણ ફરી 14 ડિસેમ્બર સુધીમાં અપડેટ કરાવો
તમારો મોબાઈલ નંબર, નામ અને સરનામું અપડેટ કરાવાનું રહેશે
નવી દિલ્હી: આધારકાર્ડને લઈને મહત્વનું અપડેટ સામે આવ્યું છે. જો આધારકાર્ડ દસ વર્ષ પહેલા બન્યું હોય કે દસ વર્ષ પહેલા અપડેટ થયું હોય તો તેને ફરીથી અપડેટ કરાવવું પડશે. સરકારે કહ્યું છે કે જે લોકોલોકોનું આધારકાર્ડ દસ વર્ષ જૂનું છે તેને અનિવાર્ય રીતે અપડેટ કરાવવું પડશે. આ પ્રક્રિયાની અંતિમ તારીખ 14 ડિસેમ્બર નક્કી કરવામાં આવી છે.
14 ડિસેમ્બર સુધી મફતમાં આધારકાર્ડ અપડેટ કરાવી શકાશે. બાદમાં પૈસા ચૂકવવા પડી શકે છે. આધાર અપડેટ ઘરે બેસીને પણ કરી શકાશે. આ માટે બે ડોક્યુમેન્ટ જરૂરી રહેશે. મારફતે લોગિન થવું પડશે. બાદમાં ઓળખ પત્ર અને સરનામાનું પ્રૂફ જરૂરી છે. મોબાઈલ અથવા લેપટોપ મારફતે યુઆઈડીએઆઈની વેબસાઈટમાં જઈને અપડેટ આધારના વિકલ્પને પસંદ કરવાનો રહેશે. બાદમાં મોબાઈલ નંબર લખી ઓટીપી ડોક્યુમેન્ટ અપડેટ ઉપર ક્લીક કરી અને વેરફાઈ કરવાનું છે.
જેમાં નીચે ડ્રોપ લિસ્ટથી ઓળખ પત્ર અને એડ્રેસ પ્રૂફની સ્કેન કરેલી કોપી અપલોડ કરવાની રહેશે. બાદમાં સબમીટ થઈ જશે. આ સાથે રિકવેસ્ટ નંબર મળશે અને ફોર્મ સબમીટ થઈ જશે. સામાન્ય રીતે આધાર અપડેટ માટે આધાર સેન્ટર ઉપર 50 રૂપિયા ચાર્જ થાય છે. જો કે યુઆઈડીએઆઈ મુજબ 14 ડિસેમ્બર સુધી આ સેવા ફ્રી છે. ઓળખ પત્ર તરીકે ચૂંટણી કાર્ડ આપી શકાશે.
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો