કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

હોટલનું ‘પથિક’ સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવી લેજો

નહીં તો દંડાશો

છરી સાથે પકડાયા

વાંકાનેર: મોરબી જિલ્લા ખાતે આંતરરાષ્ટ્રીય દરીયાઈ માર્ગથી કોલસા તથા મીઠાની મોટા પાયે આયાત તથા નિકાસ થાય છે. તેમજ મોરબી જિલ્લો ઔધોગિક દ્રષ્ટીએ ખુબજ મહત્વનો છે. જેમાં દેશ વિદેશથી મોટા પ્રમાણમાં સીરામીક ટાઇલ્સ ખરીદી માટે વેપારીઓ તથા ટુરિસ્ટો આવતા જતા રહે છે. તેમજ લઘુ ઉદ્યોગોમાં પણ મોરબી શહેર મોખરે છે. જેથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ અગત્યના ઇનપુટો બાબતે મહત્વની માહિતી મળી રહે તે માટે ‘પથિક’ સોફ્ટવેરની અમલવારી માટે મોરબી જિલ્લા મેજીસ્ટ્રેટ કે. બી. ઝવેરી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે…

આ જાહેરનામા અનુસાર મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તમામ હોટલો તેમજ ગેસ્ટ હાઉસ ખાતે પ્રાંત, રાજ્ય, દેશ, વિદેશથી આવતા તમામ મુસાફોરોની વિગત પથિક સોફ્ટવેરમાં હોટલના માલિક કે સંચાલકોએ નોંધી અપલોડ કરવાની રહેશે. આ સોફટવેરમાં ડેટા એન્ટ્રી કરવા માટે મોરબી પોલીસ અઘિક્ષક કચેરી, શોભેશ્વર રોડ, જિલ્લા સેવા સદનની બાજુમાં એ-વિંગ ત્રીજો માળ, રૂમ નં.૨૦૬ એસ.ઓ.જી. શાખા ખાતેથી હોટલ સંચાલક તેમજ માલિકે હોટલની વિગતો રજૂ કરી યુઝર આઈડી પાસવર્ડ સત્વરે મેળવી લેવાના રહેશે. આ જાહેરનામું તા.૨૩-૦૧-૨૦૨૫ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર રહેશે…

‘પથિક’ pathik-(programme for analysis of travellers and hotel informatics) સોફ્ટવેરની કામગીરી હોટલમાં રોકાણ કરનાર ગ્રાહકની માહિતી માટે હોટલ ખાતેથી જ ઈન્ટરનેટ દ્વારા એન્ટ્રી માટેનું સીક્યોર વેબ પોર્ટલ બનાવવામાં આવેલ છે. ક્રાઈમ બ્રાન્ચ ખાતેથી આપવામાં આવેલ યુઝરનેમ અને પાસવર્ડ દ્વારા એન્ટ્રી કરી શકે છે. આમ, સોફ્ટવેર કોઈપણ નવી હોટલમાં ઇન્સ્ટોલ કરવા માટે…

જે તે સ્થળ પર જવાની જરૂર નથી, પરંતુ મુખ્ય કાર્યાલય દ્વારા જે તે હોટલની રજીસ્ટ્રેશન લગતી માહિતી સર્વરમાં સ્ટોર કર્યા બાદ, યુઝરનેમ પાસવર્ડ આપતા હોટલ આ સિસ્ટમ સાથે જોડાઈ જાય છે. જેના આધારે રોકાણ કરનાર ગ્રાહકને તમામ માહિતી પોલીસને તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ થઈ જાય છે. જેના કારણે માનવ શક્તિનો ઓછો ઉપયોગ કરી ટેક્નોલોજીની મદદથી સમય મર્યાદામાં કોઈ પણ ગુન્હો બનતો અટકાવી શકાય છે અથવા બનેલ ગુન્હાના કામે ડીટેકશન કરવામાં મહત્વપૂર્ણ કડી સાબીત થઈ શકે છે. વેબ સાઈટ https://pathik.guru/

છરી સાથે પકડાયા
વાંકાનેર મીલપ્લોટમાં રહેતા હૈદરઅલી ઇબ્રાહીમભાઇ ભટ્ટી (ઉ.વ. 59) ઢુવા માટેલ રોડ અમરધામ પાસેથી ગેરકાયદેસર રીતે પેન્ટના નેફામાં એક ધારદાર છરી કી.રૂ.પ૦ ની રાખી નીકળી મળી આવતા મહે. જીલ્લા મેજી. સા. મોરબી નાઓના હથીયાર બંધી જાહેર નામા નં.જે/એમએજી/ક. ૩૭(૧)જા. નામુ/વશી ૨૨૧૦/૨૦૨૪ તા.૨૩/૧૦/૨૦૨૪ નો ભંગ તથા જી.પી.એકટ કલમ ૩૭૧, ૧૩૫ મુજબ ગુન્હો નોંધાયો છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!