આંગણવાડી-આશા-ફેસીલીએટરો અને મધ્યાન્હ ભોજન કર્મીઓ જોડાયા
વાંકાનેર: સંયુક્ત રાષ્ટ્રિય ટ્રેડ યુનિયનો ઈન્ટુક, એચ.એમ.એસ., આઈટુક, સીટુ, સેવા, સહિતનાં રાષ્ટ્રિય ટ્રેડ યુનિયનો સાથે સંકલીત આંગણવાડી- આશા -ફેસીલીએટર અને મધ્યાન્હ ભોજન કર્મીઓનાં બનેલા રાષ્ટ્રિય મંચ દ્વારા આજના અપાયેલ રાષ્ટ્રવ્યાપી કામબંધમાં ગુજરાતનાં હજારો આંગણવાડી-આશા-ફેસીલીએટરો અને મધ્યાન્હ ભોજન કર્મીઓ આજે કામથી અળગા રહી વાંકાનેર તાલુકા પંચાયતના ગ્રાઉન્ડમાં ઘરણા કર્યા હતા,
આવતી કાલના રોજ પણ કામથી અળગા રહેશે, તેમ ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના સૌરાષ્ટ્ર ઝોનનાં પ્રમુખ રંજનબેન સંધાણી, આશા હેલ્થ વર્કસ યુનિયનના રાજકોટનાં પ્રમુખ ભુમીબેન પંડયા, રૂક્ષમણીબેન ધોડાદ્રાએ સંયુકત યાદીમાં જણાવ્યું છે.
આજના મોરબી જીલ્લાનાં ઘરણામાં ૧૦ થી ૧ સુધી જીલ્લા કલેકટર કચેરી મોરબી ખાતે ઘરણા યોજાશે. આ ધરણાના કાર્યક્રમમાંમાં મોરબી જીલ્લાનાં શહેર તથા ગ્રામ્ય વાંકાનેર, ટંકારા, હળવદ, માળીયા, સહીતનાં તાલુકા સહીતનાં આંગણવાડી તથા આશા-ફેસીલીહેટર બહેનોએ ભાગ લીધો હતો.
આંગણવાડી- આશા ફેસીલીએટર બહેનો પાયાની સેવા બજાવતા હોવા છતાં વર્તમાન મોંઘવારીને અનુલક્ષીને કેન્દ્ર સરકાર દ્વારા ૨૦૧૮ થી વેતન વધારો કરાયો નથી અને ગુજરાત સરકાર લઘુતમ વેતન ચૂકવતી નથી. નિવૃતિ વય મર્યાદા, પ્રમોશનનાં પશ્નો, પેન્શન, ગ્રેચ્યુઈટી, નવા મોબાઈલ આપવા તથા નવા ડ્રેસ આપવા, અને ૨૦૨૨ નાં થયેલ સમાધાનનો અમલ કરવા બાબતે આ બહેનો લાંબા સમયથી લડત ચલાવી રહેલ હોવા છતાં સકરાર દ્વારા કોઈ જ બેઠક ન યોજાતા બહેનોમાં ઉભા થયેલ રોષને વાચા આપવા શાંત અને બંધારણીય માર્ગે આંદોલત જાહેર કરાયેલ છે. તમામ આંગણવાડી અને આશાના યુનિયનો બેઠક યોજી વાતચીત દ્વારા પ્રશ્નોનો ઉકેલ લાવવા તૈયાર હોવા છતાં સરકાર બેઠક યોજવા તૈયારી દર્શાવેલ નથી તે કારણે આંદોલનની સ્થિતિ ઉભી થઈ છે. તમામ ધારાસભ્યો તથા સંસદ સભ્યોને અગાઉ આવેદન પત્રો આપ્યા છતાં બજેટમાં માગણીઓનો સમાવેશ ન થતા તા : ૧૯ થી ૨૩ સુધી ધારાસભ્યો અને સંસદ સભ્યોની ઓફીસે જવાબ માંગવા જશે….
આજના આ ધારણામાં એસ. પી. વાઢેર, સારુ ચાવડા, જાદવ મનિષા, ચાવડા શારદા કે., બેલીમ રેશમા એમ,. કાદરી યાસ્મીન, મકવાણા મીનાબેન, ચાવડા હેતલ, સુરાણી વિપા, હેરંજા નજમા, બેલીમ દિલશાદ, ચાવડા રિધ્ધી સી., રુકસનાબેન એ,. કપડવંજી યાસ્મીન, મન્સુરી રેહાના, વિસર સય્યદા, બોરડીવાલા અતિકુન્નીસા, ગોરી હફીજા આઈ., બેલીમ રૂબીના આઈ., સય્યદ સાહીન એન., ગોરી હસીના ટી., ફરીદા આઈ સય્યદ, નસીમ એમ. મતવા, ઝાલા કોકિલાબા, ડાકોરા નાહીદા, ગોસ્વામી પ્રસન્ના, તરીયા હફીજા, ચૌહાણ ગીતા, જાડેજા અંજનાબા, જી. એન. પરમાર, ધરોડિયા ગીતા, સેટાનિયા જયશ્રી, સોલંકી તરુણા, અભાણી અંજના, છીપરીયા મનીષા, દક્ષા પરમાર, આશુબેન ભટ્ટી, મોરાડિયા દક્ષા, જામણ સલમા વગેરે જોડાયા હતા.