વાંકાનેર: ઘીયાવડ પ્રાથમિક શાળાના શિક્ષિકાએ ફર્સ્ટ ડિગ્રી શો ડાન બ્લેક બેલ્ટ કરાટેની પરીક્ષા ઉત્તીર્ણ કરી સમગ્ર તાલુકામાં નામ રોશન કર્યું છે.
ઘીયાવડ પ્રાથમિક શાળાના શિક્ષકા નમ્રતાબા વિરેન્દ્રસિંહ પરમાર (C.P.ed. B.A. M.A.) બ્રુસ લી માર્શલ આર્ટ્સ એકેડમી, કરાટે ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન, વર્લ્ડ કરાટે ફેડરેશનમાંથી ગ્રાન્ડ માસ્ટર મયંકસર રાજ્યગુરુ પાસેથી તાલીમ મેળવીને ફર્સ્ટ ડીગ્રી શો ડાન બ્લેક બેલ્ટ કરાટેની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે. અત્યાર સુધીની સમગ્ર તાલીમ આપનાર અને પ્રેરણાસ્ત્રોત તેમના ગુરુજી મયંકસર રાજ્યગુરુ રહ્યા છે. આ ઉપરાંત તેમની બંને જુડવા દીકરીઓ સ્નેહાબા અને સ્નેહલબા પણ યલો બેલ્ટની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે. જેઓએ ઘીયાવડ પ્રા. શાળા સી.આર.સી. જુના કણકોટનું તથા ક્ષત્રિય રાજપૂત પરિવારનું ગૌરવ વધાર્યું છે.