વાંકાનેરઃ છેલ્લા થોડા સમયગાળામાં અચાનક બેભાન થઈ મૃત્યુ થવાના કિસ્સા વધ્યા છે ત્યારે વાંકાનેરમાં ઘીયાવડ ગામના વૃદ્ધનું આચનક બેભાન થઈ જતા મૃત્યુ થયું હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.
વાંકાનેર શહેરમાં હાજી અલી ચેમ્બર પાસે ચાલીને જઈ રહેલા ઘીયાવડ ગામના બદરે આલમ તમીજુદીન ઉ.60 નામના વૃદ્ધ કુદરતી કારણોસર રોડ ઉપર બેભાન થઈ પડી જતા મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
આ અગાઉ તાલુકા પંચાયતના મહિલા પ્રમુખના સસરા વઘાસિયાના માજી સરપંચ અને મંડળીના માજી પ્રમુખ બહાદુરસિંહ ઝાલાનું હાર્ટ એટેકથી મૃત્યુ નિપજ્યું હતું.