સાથે પાડેલ ફોટા મોબાઇલમાં વોટસએપ સ્ટેટસમાં મુકતો
યુવતી દુકાને વસ્તુ લેવા માટે જાય તો પંચાસિયાનો યુવાન પાછળ પાછળ જતો
વાંકાનેર: તાલુકાના પંચાસીયા ગામની એક યુવતીને આરોપી સાથે અગાઉ પ્રેમસબંધ હોય અને ત્યાર બાદ ઘરે ખબર પડતા યુવતીને આરોપી સાથે પ્રેમસંબંધ રાખવો ન હોય તેમ છતાં આરોપીએ ફરીયાદીને પ્રેમસંબંધ રાખવા દબાણ કરતો હોય અને અવાર-નવાર ફરીયાદી ગામમાં દુકાને વસ્તુ લેવા માટે જાય તો પાછળ પાછળ જતો હોય અને તેની સાથે અગાઉ પાડેલ ફોટા તેના વોટસએપ સ્ટેટસ તથા ઇનસ્ટાગ્રામ, તથા ફેસબુકમા તેમજ તેમના ડીપી, માં મુકી ફરીયાદીનો પીછો કરતા ગુન્હો કર્યાની ફરિયાદ નોંધાઈ છે….
જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના પંચાસીયાના એક યુવતીએ ફરિયાદ નોંધાવી છે, ફરિયાદમાં લખાવેલ છે કે આજથી બે વર્ષ અગાઉ મારા મોબાઇલમાં અમારા ગામના અમારા સમાજના વિજયભાઈ મોહનભાઈ ચાવડાનો મેસેજ આવેલ અને ત્યાર બાદ અમારા બન્ને વચ્ચે અવાર નવાર ફોનમાં વાતો થતી હતી અને અમે બન્ને પ્રેમસંબંધમાં
બંધાયેલ અને ત્યાર બાદ અમારા ગામમાં અવાર નવાર મળતા હતા આજથી એકાદ મહિના અગાઉ અમારા પ્રેમસંબંધ વિશે વિજયના મમ્મી-પપ્પાને ખબર પડતા તે અમારા ઘરે આવેલ અને તેને મારા પપ્પાને કહેલ કે ‘તમે તમારી દિકરીને સમજાવો- અમે અમારા દિકરાને સમજાવશુ’
ત્યાર બાદ હું વિજય સાથે વાત કરતી ન હતી. તેમ છતાં મને તેની સાથે પ્રેમસંબંધ રાખવા દબાણ કરતો હતો અને અવાર નવાર અમારા ઘર પાસેથી નિકળતો હોય અને હું દુકાને વસ્તુ લેવા જાવ તો અવાર-નવાર મારા પાછળ આવી મારો પીછો કરતો હોય મેં આબરુ જવાની બીકના કારણે કોઇને કહેલ નહિ અને અમારા બન્ને વચ્ચે પ્રેમસંબંધ હતો ત્યારે મેં તથા વિજયે સાથે ફોટા પાડેલ હોય તે ફોટા વિજય તેમના મોબાઇલમાં વોટસએપ સ્ટેટસ તથા ઇનસ્ટાગ્રામ, તથા ફેસબુકમાં મુકે તેમના ડીપી, માં મુકે છે, અને અવાર નવાર મારા પપ્પા તેમના ઘરે સમજાવા ગયેલ તેમ છતા હજુ મોબાઇલમાં મારા ફોટા મુકે છે.
ગઇ કાલ તા.૦૧/૦૧/૨૦૨૬ ના સાંજના ચારેક વાગ્યે હું અમારા ઘરે શેરીમાં વાળતી હતી ત્યારે વિજય પાછળ આવેલ જેથી આ બાબતે મેં મારા કાકીને વાત કરતા મારા કાકા-કાકીએ મને હિંમત આપતા આ બાબતે ફરીયાદ કરવા પોલીસ સ્ટેશન આવેલ છું. પોલીસ ખાતાએ ગુન્હો ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ નીકલમ ૭૮ મુજબ નોંધી આગળની કાર્યવાહી શરુ કરેલ છે….
