પીપળીયા રાજ ગામે નશાની હાલતમાં કારચાલકે રિક્ષાને ટક્કર મારી
લક્ષ્મીપરામાં પત્ની સાથેના ઘર કંકાસે ગળાફાંસો ખાઈને આપઘાત
મેઈન બજારમાં થયેલ અકસ્માત મામલે યુવાનને માર માર્યો
વાંકાનેરમાં જડેશ્વર રોડ દિગ્વિજયનગર વિસ્તારમાં રહેતા પંકજભાઈ ચતુરભાઈ વિકાણી મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે કોસ્મો સિરામિકની બાજુમાં મફતીયાપરા વિસ્તારમાં આવ્યા હતા ત્યાં તેની છ વર્ષની દીકરી મનીષાએ કલરમાં નાખવાનું લિક્વિડ ભૂલથી પી લીધું હતું જેથી તેને વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જો કે, સારવાર કારગત ન નિવડતા તે બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું.
પીપળીયા રાજ ગામે નશાની હાલતમાં કારચાલકે રિક્ષાને ટક્કર મારી
વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવતા વિજયભાઈ સુખાભાઈ ડાંગરે આરોપી ભાવિન હસમુખ દવે રહે. અયોધ્યા ચોક પાસે, રાજકોટ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે પીપળીયા રાજ ગામના સરપંચ ઈલ્મુદીન દેકાવાડીયાનો ફોન આવ્યો અને માહિતી આપી કે પીપળીયા રાજ ગામે એક બલેનો કાર ચાલકે અકસ્માત કર્યો છે અને ટ્રાફિક થયો છે જેથી 
પોલીસ ટીમ પીપળીયા રાજ ગામ ગઈ હતી જ્યાં પીપળીયા રાજ ગામમાંથી પસાર થતા મીતાણા વાળા રોડ પર માણસોનું ટોળું એકત્ર થયું હતું અને એક બલેનો કાર તેમજ સીએનજી રીક્ષા અકસ્માત થયેલ હાલતમાં પડ્યા હતા જેથી ટ્રાફિક હટાવી બલેનો કાર ચાલકનું નામ પૂછતાં ભાવિન દવે રહે. રાજકોટ વાળા હોવાનું જણાવ્યું હતું અને જીભ થોથરાતી હતી મોઢું સુંઘતા કેફી પીણું પીધેલ હોવાની તીવ્ર વાસ આવતી હતી આમ બલેનો કાર જીજે ૦૬ પીઈ ૫૬૭૨ ના ચાલકે નશાની હાલતમાં પુરઝડપે કાર ચલાવી રીક્ષા સાથે અકસ્માત કર્યાની ફરિયાદ નોંધાવી છે વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
લક્ષ્મીપરામાં પત્ની સાથેના ઘર કંકાસે ગળાફાંસો ખાઈને આપઘાત
વાંકાનેરના લક્ષ્મીપરામાં રહેતા હનીફભાઈ ગનીભાઈ ચૌહાણ (37)ને તેના પત્ની સાથે ઘર કંકાસ રહેતો હોય હાનિફભાઈએ કંટાળી જઈને ઘરમાં પંખા સાથે ચૂંદડી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી દીધો હતો ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા વાંકાનેર સિટી પોલીસે આપઘાતના બનાવની નોધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મેઈન બજારમાં થયેલ અકસ્માત મામલે યુવાનને માર માર્યો
વાંકાનેરની આશિયાના સોસાયટીમાં રહેતા ઇમરાનભાઈ દાઉદભાઈ માણકીયા એ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેના દીકરાનું આરોપી ઈરફાનભાઈ અબ્દુલભાઈ કાજી ના છોકરા સાથે અકસ્માત થયેલ હોય જે બાબતે આરોપી ઈરફાન અબ્દુલભાઈ કાજી અને વશીમભાઈ અબ્દુલભાઈ કાજી એ ફરિયાદી ઇમરાનભાઈની દુકાને આવી ગાળો આપી બે ત્રણ લાફા મારી મુંઢ મારી મારી ટાટીયા ભાંગી નાખવા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે.

