વાંકાનેરના પંચાસિયા ગામનો બનાવ
વાંકાનેર : વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામની સીમમાં સોયબભાઈ માથકીયાની વાડીએ રહી ખેતમજૂરી કરતા નાની બાળકીને સાપ કરડ્યો હતો.
જાણવા મળ્યા મુજબ મધ્યપ્રદેશના વતની જયંતિભાઈ ફાંકલીયાની 5 વર્ષની પુત્રી સુહાનીને સાપ કરડી જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.