રસુલભાઈ મેસાણીયાની વાડીએ બનેલો બનાવ
ટંકારા: તાલુકાના કલ્યાણપર ગામની સીમમાં વાડીએ ટ્રેક્ટર ચાલકે બેફિકરાઈથી પોતાનું વાહન ચલાવીને ટ્રેક્ટરની પાછળના ભાગમાં લગાવેલ ચકરીમાં ચાર વર્ષની માસુમ બાળકીને હડફેટે લીધી હતી જેથી તે બાળકીને ગંભીર ઇજા થયેલ હતી અને
તેના કારણે તે બાળકીનું મોત નીપજ્યું હતું અને આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક બાળકીના પિતાએ ટ્રેક્ટર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધેલ છે…
જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ એમપીના અલીરાજપુર જિલ્લાના રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના કલ્યાણપર ગામની સીમમાં રસુલભાઈ મેસાણીયાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા નિરુભાઈ જોગડીયાભાઈ કિકરીયા (24) એ હાલમાં ટ્રેક્ટર નંબર જીજે 36 એજે 9518 ના ચાલક ઇન્જામુલભાઇ રસુલભાઈ શેરસીયા સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે,
રસુલભાઈ મેસાણીયાની વાડીમાં તેની ચાર વર્ષની દીકરી તેજલ રમતી હતી ત્યારે આરોપીએ પોતાના હવાલા વાળું ટ્રેક્ટર બેફિકરાઈથી ચલાવ્યું હતું અને ટ્રેક્ટરની પાછળના ભાગમાં લગાવવામાં આવેલ ચકરીની હડફેટે ફરિયાદીની દીકરીને લીધી હતી જેથી કરીને તેને ગંભીર ઈજા થઈ હોવાના કારણે તે બાળકીનું મોત નિપજ્યું હતું અને અકસ્માત મૃત્યુના બનાવ સંદર્ભે બાળકીના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધેલ છે….
હથિયાર સાથે મળી આવતા:
ટંકારા, કલ્યાણપર રોડ, ખારામાં રહેતા હાસમભાઇ ઉર્ફે બાબો ચક્કી જુસબભાઇ આમરોણી (ઉ 46) વાળા જાહેરમા પોતાના પેન્ટના નેફામા એક પ્લાસ્ટીકના કાળા કલરના હાથા વાળી સ્ટીલની ધારદાર છરી રાખતા મ્હેરબાન જિલ્લા મેજીસ્ટ્રેટ સાહેબ મોરબી નાઓનો હથીયાર બંધી જાહેરનામાનો ભંગ અને જી.પી.એકટ કલમ-૩૭(૧), ૧૩૫ મુજબ ગુન્હો નોંધાયો છે….
પીધેલ પકડાયા:
અમરાપર (ટોળ)ના પ્રવીણ રામજીભાઈ ચૌહાણને પોલીસે નશો કરેલી હાલતમાં પકડેલ છે….