વાંકાનેરના નવાપરામાં ઘરે પહેલા માળેથી નીચે પટકાતા ગંભીર રીતે ઈજા પામેલ દોઢ વર્ષની બાળકીનું રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત નીપજયું હતું.
જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર નજીક આવેલ થાન ચોકડી પાસે રહેતા બાળકિશોર ભુરીયાની દોઢ વર્ષની દીકરી નંદીની વાંકાનેરના નવાપરા વિસ્તારમાં જીતુભાઈના ઘરે પહેલા માળેથી નીચે પટકાઈ હતી જેથી કરીને તે બાળકીને ગંભીર ઇજા થઈ હોવાથી પ્રથમ સારવાર માટે વાંકાનેરની હોસ્પીટલમાં લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જોકે સારવાર દરમિયાન તે બાળકીનું મોત નીપજયું હતું.
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો