કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ઢુવામાં સાત વર્ષની પુત્રીનું ઝાડા ઉલટીમાં મૃત્યુ

મેળાના મેદાનમાં ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા બાળકીનું મોત

અમરસિંહજી હાઇસ્કુલના મેદાનમાં બનેલો બનાવ

દીકરી 6 વર્ષની: ભરવાડ સમાજની

વાંકાનેર: અહીં અમરસિંહજી હાઇસ્કુલના મેદાનમાં મેળાનું ઇલેક્ટ્રીક ફીટીંગ કામ ચાલી રહ્યું હતું દરમિયાન ત્યાં રમતી 6 વર્ષની બાળકીએ ઈલેક્ટ્રીકના ચાલુ વાયરને અડી જતા તેને ઇલેક્ટ્રીક શોટ લાગી ગયો હતો જેથી તે બાળકીનું મોત નીપજ્યું હતું

જાણવા મળ્યા મુજબ વાંકાનેરમાં રહેતા અજયભાઈ મુંધવાની 6 વર્ષની દીકરી ઉર્વશી વાંકાનેરમાં આવેલ અમરસિંહજી હાઈસ્કૂલના મેદાનમાં મેળાનું ઇલેક્ટ્રીક ફીટીંગ કામ ચાલી રહ્યું હતું ત્યાં રમતી હતી દરમિયાન તેણીએ કોઈપણ રીતે ઈલેક્ટ્રીકના ચાલુ વાયરને અડી લેતા તેને ઇલેક્ટ્રીક શોટ લાગી ગયો હતો જેથી

તે બાળકીનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને તાત્કાલિક વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઇ તપાસીને મૃત જાહેર કર્યા બાદ આ બનાવની વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ અંગેની આગળની તપાસ વાલજીભાઈ પરમાર ચલાવી રહ્યા છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!