ટ્રેકટરે અચાનક વંણાક લેતા લોખંડની ઇંગલ માથામાં વાગેલ
વાંકાનેર: બાપ- દીકરી સરોડી (થાન) જતા કેરાળા ગામના બોર્ડ પાસે એક ટ્રેકટરના ચાલકે અચાનક પોતાનુ ટ્રોલી સાથેનુ ટ્રેકટર વંણાક લેતા લોખંડની ઇંગલ માથાના દીકરીને વાગતા માથામાં ગંભીર પ્રકારની ઇજા થતા મરણ ગયેલ છે

જાણવા મળ્યા મુજબ રાજકોટ આજીડેમ ચોકડી ભીમરાનગર શેરી નં. ૨૦ મુળ ગામ સરોડી તા.થાનગઢ વાળા મનુભાઇ આંબાભાઈ ચાવડા (ઉવ ૩૩) એ ફરીયાદમાં લખાવેલ છે કે ગઇ તા.૦૫/૦૮/૨૦૨૫ ના રોજ હુ તથા મારી પત્ની અને બન્ને સંતાનો વાંકાનેર આવેલ અને મારી પત્ની હીનાબેન અને દીકરો મીરાનભાઇને છકડો રીક્ષામાં બેસાડીને 

અમારા ગામ સરોડી રવાના કરેલ હતા અને હું તથા મારી દીકરી દર્શીતાબેન (ઉવ ૧૧) અમે બાપ-દીકરી બન્ને હીરો હોન્ડા સ્પે. મો.સા. નંબર જી.જે.૦૩.ડી.એમ.૯૪૬૩ નું વાંકાનેરથી સરોડી જવા માટે નીકળેલ હતા અને આ દરમ્યાન કેરાળા ગામના બોર્ડ પાસે અમારી આગળ એક ટ્રેકટર રજી નંબર જી.જે.૩.ઈ.એ.૧૫૩ ટ્રોલી સાથે જતુ હોય અને તેની ટ્રોલીમાં લોખંડની ઇંગલ હોય જે ઇંગલ ટ્રોલીની બહાર નીકળેલ હતી અને 
આ દરમ્યાન અચાનક ટ્રેકટર વંણાક લેતા લોખંડની ઇગલ મોટર સાયકલ સાથે ભટકાયેલ જેથી અમો બાપ-દીકરી બન્ને રોડ ઉપર નીચે પડી ગયેલ અને મારી દીકરી દર્શીતાબેનને માથાના ભાગે વાગેલ હતુ માણસો ભેગા થઈ ગયેલ સારવાર માટે વાંકાનેર સરકારી હોસ્પીટલ ખાતે લઇ આવેલ હતા અને ડોકટર સાહેબે દીકરી દર્શીતાને મરણ ગયેલ જાહેર કરેલ છે. ટ્રેક્ટરનો ચાલક પોતાનુ ટ્રેક્ટર મુકી નાશી ગયેલ. પ્લીસ ખાતાએ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે…
સર્પાકાર રીતે બાઈક ચલાવતા
રાજા પેટ્રોલપંપ પાસે, ગામ, કેરાળા રહેતા નાગેન્દ્રકુમાર ઉર્ફે રાજેશ્વરકુમાર જવાહર મહતો (ઉ.36) વાળા લાલપરના પાટિયા પાસે હવાલાવાળુ હીરો કંપનીનુ સ્પ્લેન્ડર GJ-13-K-8606 છે. જેની કી.રૂ. ૨૦,૦૦૦/-ગણી જાહેર રોડ ઉપર પાસ, પરમીટ કે આધાર વગર કેફી પ્રવાહી પીધેલ હાલતમા સર્પાકાર રીતે ચલાવી મળી આવતા ગુન્હો એમ.વી.એકટ કલમ.૧૮૫,૩,૧૮૧ તથા પ્રોહી કલમ-૬૬(૧)બી મુજબ નોંધાયો છે….

