વાંકાનેર: અહીં સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં આવેલ કર્મચારીઓના ક્વોટરમાં ગઈકાલ સાંજના સમયે હોસ્પિટલ સ્ટાફના રૂમમાં એક યુવતીએ કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે….
જાણવા મળ્યા મુજબ વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા પ્યુન ધીરૂભાઈ સરવૈયાના હોસ્પિટલ કેમ્પસમાં આવેલ કર્મચારી ક્વોટરમાં ગઈકાલ સાંજના સમયે તેમની 24 વર્ષીય દીકરી અંકિતાબેન ધીરુભાઈ સરવૈયાએ કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી, યુવતીના મોતનું કારણ જાણવા વધુ તપાસ શરૂ કરી છે….