સર્વ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ
વાવાઝોડાને કારણે ભારે પવનના લીધે વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગમે સીમમાં આવેલ એક વાડીમાં એક મકાનનું બેલુ માથે પડતા 13 વરસની એક તરૂણીને ઈજાઓ પહોંચી હતી. આથી તેને રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામે કુટુંબ સાથે રહેતી સુમીબેન કરસનભાઈ ધોરીયા (ઉ.વ. 13) ગઈ કાલે બપોરના સમયે ગામની સીમમાં આવેલ પોતાની વાડીએ બેલાની દીવાલ પાસે બેસેલ હોઈ ભારે પવનના કારણે બેલાની દીવાલ માથે પડતા બાળકી દીવાલ નીચે દબાઈ ગઈ હતી,
જેથી આજુબાજુના લોકો અને પરિવારજનો દોડી જઈને બાળકીને બહાર કાઢેલ હતી. અને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી ઈલાજ શરુ કરવામાં આવેલ હતો. ઈજાગ્રસ્ત બાળકી ત્રણ ભાઈ – બહેનોમાં સૌથી મોટી હોવાનું જાણવા મળેલ છે.
હોસ્પીટલ ચોકીના સ્ટાફે વાંકાનેર પોલીસને જાણ કરેલ છે.