કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

આંબેડકરનગરમાં ગાળો બોલવાની ના પાડતા હુમલો

છોકરી એક: પરણવાના ઇચ્છુક બે હોવાથી ડખ્ખો

ખખાણાના રહીશ ફરિયાદીના ભાઇની જે છોકરી સાથે લગ્નની વાત ચાલે છે તે આરોપીને પસંદ ન હોય માથાકૂટ કરી

વાંકાનેર: તાલુકાના ખખાણા ગામે રહેતા સુરેશભાઈ સામતભાઈ ડાભી(ઉ.33) ગઈકાલે નવાગામ આણંદપરમાં હરિઓમ કાસ્ટિંગ નામના કારખાના પાસે હતો ત્યારે નાનાભાઈના સગપણ મામલે રંગીલા સોસાયટીના વિનય મનસુખ ડાભી, મુકેશ વીનુ ભડાણીયા, શિવા ધીરુ અને દેવરાજ શેખે ઝઘડો કરી ઈંટો અને પથ્થરોના ઘા કરી સુરેશભાઈને માથાના ભાગે ઇજા કરી હતી તેમજ બાઈકમાં અને કારખાનાના દરવાજામાં પણ નુકશાન કર્યું હતું. આ મામલે કુવાડવા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે…

ફરિયાદી સુરેશભાઈએ જણાવ્યું હતું કે, નવાગામ આણંદપર ખાતે આવેલ રંગીલા સોસાયટીમાં હરિઓમ કાસ્ટિંગ નામનું કારખાનું આવેલ છે તેમાં બે વર્ષથી મજૂરી કામ કરું છું તથા મારી સાથે મારો સગો નાનો ભાઈ સંજયભાઈ પણ આ કારખાને કામ કરવા આવે છે અને સંજયભાઈને આ કારખાનાની નજીકમાં ભાવિકાબેન ધોરીયા સાથે પ્રેમ સંબંધ હોય તથા લગ્નની વાતચીત ચાલુ હતી તથા આ ભાવિકાબેનના બાપુજીનું નામ વિનુભાઈ રત્નાભાઇ ધોરીયા છે…

સાંજના હું તથા મારો સગો નાનો ભાઈ સંજયભાઈ તથા અન્ય કારખાનામાં કામ કરતા મજૂરો કારખાનાની બહાર કામ પતાવીને બેઠા હતા ત્યારે ત્યાં ભાવિકાબેનના ઘર પાસે તેના સગા ભાઇ દીપકભાઈ સાથે માથાકૂટ કરતા હોય ત્યાં માણસો ભેગા થવા લાગતા તેઓ ત્યાંથી નીકળી અમારા તરફ આવી ગાળો બોલતા બોલતા આવેલ અને તેમાં મુકેશભાઈ વિનુભાઈ ભડાણીયા, વિનયભાઈ મનસુખભાઈ ડાભી, શિવાભાઈ ધીરુભાઈ ભડાણીયા અને દેવરાજભાઈ શેખ મારા સગા નાના ભાઈની સાથે આ વિનય તથા મુકેશ ભાઈ છરી લઈને આવી ‘તારે કોઈ હવા છે’ તેમ કહી મારા ભાઈની સાથે માથાકૂટ ઝઘડો કરી ગાળો આપી છરી વડે મારવા જતા હું વચ્ચે પડતા તેઓને ઝઘડો નહીં કરવા સમજાવતા મને છરી વડે મારવા જતા મારો ભાઈ મને કારખાનાની અંદર લઈ ગયો હતો…ફોર્ચ્યુન ઇન્ડસ્ટ્રીઝ (ધમલપર) તરફથી ઈદ મુબારક

કિશાન સ્ટોન ક્રશર (વડસર) તરફથી ઈદ મુબારક

આ દરમિયાન આ ચારેય જણા ત્યાં ઈંટો તથા પથ્થરો ના ઘા કરવા લાગતા મને માથા ઉપર કપાળના ભાગે જમણી આંખને ઉપરના ભાગે માથાની પાછળના ભાગે ઇજા થઈ હતી અને શિવાભાઈ પાસે પાઇપ હોય તે દરવાજામાં પાઇપ વડે માર મારી નુકસાન કરેલ અને સંજયભાઈના બાઈકમાં નુકસાન કર્યું હતું અને આ દરમિયાન મારા ભાઈએ પોલીસને ફોન કરતા ગાડી આવી જતા આ લોકો ત્યાંથી જતા રહ્યા હતા આ બનાવનું કારણ એ છે કે આ દેવરાજ ભાઈ શેખને ભાવિકા સાથે લગ્ન કરવા હોય પરંતુ ભાવિકાબેનના લગ્નની વાત મારા સગા નાનાભાઈ સંજયભાઈ સાથે વાતચીત ચાલતી હોય જે દેવરાજભાઈને વાત ગમતી ન હોય જે બાબતે દેવરાજભાઈનું ઉપરાણું લઈ માથાકૂટ કરી હતી. આ મામલે કુવાડવા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી…

Content Copying Forbidden !!

error: Content is protected !!