એક દુકાનમાં બે વાર અને બાજુની દુકાનમાથી મળી કુલ 205 સોનાના દાણાની સેરવી લીધા
વાંકાનેર: વાંકાનેર મેઇન બજારમા મોચી શેરીની સામે બાલાજતી જવેલર્સ નામની દુકાનના માલિક યોગેશભાઇ રસિકભાઈ બારભાયા (ઉ.વ.૪૨) રહે.વાંકાનેર પ્લેહાઉસ પાસે દરબારગઢ વાળાએ ફરિયાદ કરેલ છે કે ગઈ તા.૨૬/૧૨/૨૦૨૩ ના રોજ ફરિયાદી તથા તેમના પિતાજી રસિકભાઈ બપોરના દુકાનમા સોનાના દાણા રાખવા માટેના અલગ અલગ નાના-મોટા બોકસ તપાસતા તેમાથી તેમા આશરે ૮૫ જેટલા સોનાના દાણા જોવામાં આવેલ નહી જે સોનાના દાણાની કીંમત રૂ.૧,૫૦,૦૦૦ જેટલી થાય છે જેથી શંકા જતા દુકાનમા સીસીટીવી કેમેરા તપાસતા અડધો કલાક પહેલા ચારેક છોકરીઓ દુકાનમા સોનાના દાણા જોવા માટે આવેલ તે ચારેય છોકરીઓ નજર ચુકવી ચોરી કરી સોનાના દાણા લઇ જતા જોવામા આવેલ બાદ તે ચારેય છોકરીઓની તપાસ કરતા મળેલ નહી


બાદમાં ફરી તા.૦૨/૦૨/૨૦૨૪ ના રોજ ફરિયાદીના પિતાજી રસીકભાઈ બારભાયા પાસેથી સાંજના સાતેક વાગ્યે ત્રણ છોકરીઓ એક સોનાનો દાણો લઇને ગયેલ, શંકા જતા દાણાના બોક્ષ તપાસતા તેમા આશરે ૯૫ જેટલા સોનાના દાણા જોવામા આવેલ નહી જે સોનાના ૯૫ દાણાની કિં.રૂ.૨,૦૦,૦૦૦/- થાય તેની ચોરી થયેલાનુ જણાતા સીસીટીવી કેમેરા ચેક કરતા અગાઉ દુકાનમા જે સોનાના દાણાની ચોરી કરી લઇ ગયેલ તે પૈકી ત્રણ બહેનો જોવામાં આવેલ, જેથી વાંકાનેર શહેર તેમજ આજુબાજુ વિસ્તારમાં તપાસ કરતા કરાવતા આજદિન સુધી આ અજાણી બહેનો કોણ હતી અને ક્યાની હતી તે બાબતે તપાસ કરતા જાણવા મળેલ નથી


તા.૨૩/૦૨/૨૦૨૪ ના એમની બાજુમા આવેલ સોની મનહરલાલ રતીલાલની દુકાનમાથી પણ અજાણી બહેનો સોનાના દાણા નંગ ૨૫ કિ.રૂ.૧,૦૦,૦૦૦/-ની ચોરી કરી લઈ ગયેલ હોવાની દુકાનના માલીક દિવ્યેશભાઈ પાટડીયાએ વાત કરેલ.આ ફરિયાદ પછી પોલીસ ખાતાએ તપાસ શરુ કરી છે.
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો
