કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

‘2 લાખ આપી 10 લાખની 2000 વાળી નોટ લઈ જાવ’

મૂળ મહિકાના સંજય સહીત ત્રણ ઠગની ધરપકડ

રાજકોટ: ‘રૂ.2 લાખ આપી 10 લાખની 2000 વાળી નોટ લઈ જાવ’ તેમ કહી ઠગાઈ કરતા ત્રણ શખ્શોને પોલીસે ઝડપી લીધા છે. રાજકોટ, ભાવનગર, મહિકાના શખ્સની રાજકોટ રૂરલ પોલીસે ધરપકડ કરી છે. અગાઉ ભાવનગરના પાન પાર્લરના વેપારીને આટકોટ બોલાવી 2 લાખની છેતરપીંડી કરાઈ હતી. ભાવનગરના જગદીશ ઉર્ફે રાજુ પ્રજાપતિ, વાંકાનેર તાલુકાના મહિકાના સંજય પ્રજાપતિ અને રાજકોટના શૈલેષ ઉર્ફે ગાંગા કોળીને દબોચી લેવાયા છે.

આટકોટ પોલીસ મથકે તા.21ના રોજ ફરિયાદી મુકેશ ઉર્ફે મુન્નાભાઇ હિંમતભાઇ ચૌહાણ (ઉ.વ.35, ભાવનગર)એ ફરિયાદમાં જણાવ્યું કે, હું મારી રાધે ગોવિંદ પાન સેન્ટર દુકાનમાં બેસી વેપાર ધંધો કરું છુ. મારા મિત્ર નવલભાઈ મનુભાઈ વાઘેલા (રહે.ભાવનગર)એ મને 700 ના ભાવની સોપારી 500ની એક કિલોના ભાવે સોપારી રાજકોટથી અપાવી દેશે તેવી વાત કરેલી.

તેને આ વાત કરનાર કોઈ અજાણ્યા વ્યક્તિએ ફરી ફોન કરી 2000 વાળી10 લાખની નોટ બદલવી છે. તેમ વાત કરી બદલો કરી આપશો તો 10 ટકા કમિશન મળશે તેમ કહ્યું હતું.જે નોટ લેતી વખતે ડિપોઝીટ પેટે 2 લાખ આપવા પડશે તેમ કહ્યું હતું. મેં બદલી આપવાની હા પડતા તા.21/7/2023ના સવારના નવલ અને હું આટકોટ જસદણ ચોકડીએ આવ્યા હતા. અહીં બે માણસો આવેલ અને અમને કહેલ કે તમારી સાથે મંગાવેલ રૂ.2 લાખ લાવો અમે રૂ.2000ની નોટો બીજી જગ્યાયે રાખેલ છે. ત્યાંથી લઈને તમને રૂ.10 લાખ આપીએ. રૂ.2 લાખ ભરેલી બેગ અજાણ્યામાંથી એક માણસોને આપેલ અને તે પૈસાની બેગ લઈને જતો રહ્યો હતો.

સીસીટીવી ટેક્નિકલ અને હ્યુમન રીસોર્સની મદદથી હીરાની દલાલી કરતા જગદિશ ઉર્ફે રાજુ હિરજીભાઇ પીપલીયા (ઉ.વ.41, ભાવનગર) તેમજ ઇમિટેશનનો વ્યવસાય કરતા શૈલેષ ઉર્ફે ગાંગો કેશુભાઇ સુતરીયા (ઉ.વ.37, રહે. રાજકોટ) અને ડ્રાઇવિંગ કરતા સંજય ધીરૂભાઇ ચૌહાણ (ઉ.વ.૩૭ રહે.મહિકા તા.વાંકાનેર, હાલ રહે. રાજકોટ)ની ધરપકડ કરી હતી.

લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી

લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

Content Copying Forbidden !!

error: Content is protected !!