સજનપરના વૃદ્ધાને કૂતરું કરડયું
વીશીપરાનો શખ્સ વરલી ફિચરના આંકડા લખતા પકડાયો
રાજકોટ: વાંકાનેરના સામા કાંઠે આવેલ નવાપરામાં રહેતાં મહિલા હાલ પતિ સાથે ચોટીલાના ખેરડી ગામે ખેત મજૂરી કરતાં હોઇ ત્યાં તેણીએ ઝેરી દવા પી લેતાં સારવાર દરમિયાન રાજકોટમાં મૃત્યુ થયું છે.
જાણવા મળ્યા મુજબ વાંકાનેરના નવાપરામાં રહેતાં શોભનાબેન પ્રકાશભાઇ ધારકીયા-દેવીપૂજક (ઉ.વ.૩૫) એ ગઇ કાલે સવારે ચોટીલાના ખેરડીમાં ભીખુભાના ખેતરે હતાં ત્યારે ઝેરી દવા પી લેતાં ચોટીલા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં ટુંકી સારવાર બાદ મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
આપઘાત કરનાર શોભનાબેનને સંતાનમાં બે દિકરા અને બે દિકરી છે. પતિ-પત્નિએ થોડા સમય પહેલા ખેરડીમાં ખેતર વાવવા રાખ્યું હોઇ આ પરિવાર ત્યાં રહેતો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં ચોટીલા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. બનાવથી ચાર સંતાન મા વિહોણા થઇ જતાં કરુણા સર્જાઈ છે, આર્થિક ભીંસને કારણે કંટાળીને પગલુ ભર્યાનું ખુલ્યું છે.
સજનપરના વૃદ્ધાને કૂતરું કરડયું
ટંકારા તાલુકાના સજનપર (ધૂનડા)ના પુનીબેન મગનભાઈ જોગડીયા (ઉં. 70) ને ગઈકાલે સવારે 8 વાગ્યાં આસપાસ ઘર નજીક ધ્રુવ કારખાના પાસે બેઠા હતા, ત્યારે અચાનક શ્વાન કરડી જતા પ્રથમ મોરબી બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા. પુનીબેનને સંતાનમાં બે દીકરી અને એક દીકરો છે. મળેલ માહિતી મુજબ કૂતરું હડકાયું હોવાનું પરિવારજનો જણાવતા હતા.
વીશીપરાનો શખ્સ વરલી ફિચરના આંકડા લખતા પકડાયો
પોલીસને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે પોલીસે વાંકાનેર વીશીપરાના દશરથભાઈ માવજીભાઈ નદીયારીયા (ઉ.વ. ૨૮) ને વરલી ફિચરના આંકડા લખી જુગાર રમી રમાડતા રોકડ સહિત કુલ રૂ. ૨૨૭૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી….
