ટેક્વોન્ડો સ્પર્ધામાં ઘીયાવડની ચૌહાણ આકાશી વિજેતા
વાંકાનેર: રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગુજરાત સરકાર, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત અને જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર મોરબી દ્વારા સંચાલિત 69મી અખીલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધા 2025/26 માં મોરબી જિલ્લા કક્ષાની ટેક્વોન્ડોની સ્પર્ધા નવજીવન વિધાલય ન્યૂ એરા પબ્લિક સ્કૂલ મોરબી મુકામે 04.08.2025 ના રોજ યોજાયેલ

તેમાં બહેનોના વિભાગમા અંડર 17 કેટેગરીમાં વાંકાનેર તાલુકાની એસ.એમ.પી.હાઈસ્કૂલ સિંધાવદરની ધોરણ 10ની વિધાર્થિની જે ઘિયાવડ ગામના ખેડૂત ચૌહાણ અરવિંદભાઈની દીકરી ચૌહાણ આકાશીએ ટેક્વોન્ડો રમતમાં ગોલ્ડ મેડલ મેળવીને પોતાની શાળાનું પોતાના પરિવારનું અને પૂરા વાંકાનેરનું ગૌરવ વધાર્યું છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પણ આકાશીએ જિલ્લા કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવીને મોરબી જિલ્લાનું રાજ્ય કક્ષાએ પ્રતિનિધિત્વ કર્યું હતું.


ચેમ્પિયન આકાશીને સંસ્થાના પ્રમુખ એસ.કે.પીરઝાદાએ અને સમગ્ર ટ્રસ્ટી મંડળે તેમજ શાળાના પ્રિન્સિપાલ એ.એ.બાદી સાહેબ તથા મોરબી જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્રના હેડ કોચ શ્રી રવી સાહેબ તેમજ જુડો, ટેક્વોન્ડો કોચ નમ્રતાબા પરમારે શુભેચ્છાઓ આપી આકાશીનું મનોબળ વધાર્યું હતું. હવે આવતા દિવસોમાં આકાશી મોરબી જિલ્લાનું રાજ્યકક્ષાએ પ્રતિનિધિત્વ કરશે…