કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

સોનાના ઘરેણાં બતાવ્યા બીજા: આપ્યા બીજા

સોનાના ઘરેણાં બતાવ્યા બીજા: આપ્યા બીજા

પાંચ લાખની છેતરપિંડીની ફરિયાદ

વાંકાનેર: અહીં નવાપરામાં રહેતા દેવીપૂજક સસ્તા ભાવે ઘરેણાં લેવા રૂપીયા પાંચ લાખ આપેલ, જે ઘરેણા હોલ માર્ક વગરના અને અગાઉ જે ઘરેણા બતાવેલ હોય તે ન હતા અને છેતરપીડી વિશ્વાસઘાતની ફરિયાદ થઈ છે…
જાણવા મળ્યા મુજબ વાંકાનેર નવાપરા ડો. દેલવાડીયા સાહેબના દવાખાના સામે રહેતા સતિશભાઇ હરસુખલાલ ચારોલીયા (ઉવ.૨૫) એ ફરિયાદમાં લખાવેલ છે કે એમના ઓળખીતા અમરેલીના રામકુભાઈ માથાસુરીયા પાસેથી સસ્તા ભાવે ઘરેણા લેવાના ચક્કરમાં રૂપીયા દોઢ લાખ લઇ ચોટીલા ખાતે ગયેલ ત્યાં રામકુ તથા તેની સાથેના બે અજાણ્યા ઇસમો મોટર સાયકલરજી નં- જી-જે-૧૪-બી-સી ૬૭૪૯ હતા, અહીં

મને તથા મારી માતા સનુબેનને હોલ માર્ક વાળા ઘરેણા બતાવેલ અને તેનુ બિલ પણ બતાવેલ જે ઘરેણાની કુલ રકમ આઠ લાખ જણાવતા ભાવતાલ કરી છેલ્લે પાંચ લાખમાં સોદો થયેલ, દોઢ લાખ રોકડા આપેલ, બાકીના સાડા ત્રણ લાખ રૂપીયા ઘરે આવી પરત વાંકાનેર બાઉન્ડ્રી નજીક ખોડીયાર ચાની હોટેલ ખાતે મે રામકુ તથા તેની સાથેના એક ભાઈ જેની ઉમર આશરે પચાસેક વર્ષની ઉંમર હતી તેને પાંચ લાખ રોકડા આપેલ મને સોનાના ઘરેણાની પોટલી આપી આ ત્રણેય જણા તુરતજ બાઇક લઇ સ્પીડમાં જતા રહેલ અને થેલીમા જોતા

ઘરેણા હોલ માર્ક વગરના અને અમોને અગાઉ જે ઘરેણા બતાવેલ હોય તે ના હોય અને જુદા હોઇ સાથે બિલ પણ ન હોઇ અને અમારી સાથે છેતરપીડી વિશ્વાસઘાત થયેલ હોય અને અમો ચોટીલા ખાતે ફરીયાદ કરવા ગયેલ તે દરમિયાન રામકુનો મારી બહેન ઉમાબેનના પર ફોન આવેલ કે મારી પાસેથી બીજા પૈસા લઇને ભાગી ગયેલ હોય અને મને મારેલ છે. હુ દવાખાને છુ, આમ અમોને રૂપિયા નહિ આપતા રામકુભાઈ તથા તેની સાથે આવેલ બે અજાણ્યા ઇસમોએ અમારી સાથે વિશ્વાસધાત છેતરપીંડી ઠગાઈ કરેલ છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!