કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

જેલ બદલી માટે લઈ જવાતો કેદી નાસી છૂટ્યો

‘Google’ સાંભળે છે તમારી બધી અંગત વાતચીત

ફોનમાં તરત બંધ કરી દો આ સેટિંગ્સ

નવી દિલ્હીઃ શું તમારી સાથે પણ એવું થાય છે જ્યારે તમે કોઈ વસ્તુ વિશે વાત કરી રહ્યાં હોવ અને તમારા ફોનમાં તેની સાથે જોડાયેલી જાહેરાત જોવા મળે. તમે જ્યારે ઈન્ટરનેટ ઓપન કરો તમને તે સાથે જોડાયેલી જાણકારી મળવા લાગે કે પછી તમને તે વસ્તુ સાથે જોડાયેલા કોલ કે મેસેજ પણ મળવા લાગે? જો તમે પણ આવો અનુભવ કરી રહ્યાં છો તો તમારે સાવચેત થવાની જરૂર છે. આ સમયે દુનિયામાં મોટા ભાગના લોકો Android યુઝર્સ છે, જેના ફોનમાં Google સર્વિસ બાઈ ડિફોલ્ટ ઓન હોય છે. જો તમે ફોનના સેટિંગ્સમાં ફેરફાર ન કર્યો તો તમારી અંગત વાતો ગૂગલ સુધી પહોંચી જાય છે અને તમારા ઘણા રાઝ બહાર આવી શકે છે.ગૂગલ સાંભળે છે તમારી અંગત વાતો
Android ફોનમાં બધી સર્વિસનો ઉપયોગ કરવા માટે તમારે ગૂગલનું એકાઉન્ટ બનાવવાનું હોય છે. જો તમે ફોનમાં એપ ઈન્સ્ટોલ કરવા સમયે ઘણી વસ્તુની પરમિશન જાણતા-અજાણતા આપતા હોવ છો, જેનો એપ ડેવલોપર ફાયદો ઉઠાવે છે. તેથી તમારે ફોનમાં એપ ઈન્સ્ટોલ કરવા સમયે કેમેરા, કોન્ટેક્ટ, લોકેશન, માઇક્રોફોન જેવી પરમિશન સમજી-વિચારી આપવી જોઈએ. ગૂગલ તમારા ફોનના માઇક્રોફોનનો ઉપયોગ કરી શકે છે. તમારી આપસમાં કરવામાં આવેલી વાચચીત પણ માઇક્રોફોન દ્વારા ગૂગલ સુધી પહોંચે છે, જેનો ઉપયોગ ગૂગલ પોતાની એડ સર્વિસ માટે કરે છે. તમારે તમારા ફોનમાં આ સેટિંગ્સ બદલી આ સર્વિસને ઓફ કરવી પડશે.ફોનમાં બંધ કરો આ સેટિંગ્સ
જો તમે ઈચ્છતા નથી કે ગૂગલ તમારી કોઈ વાત ન સાંભળે તો તમારે તમારા ફોનમાં આ સેટિંગ્સ બદલવું પડશે.
સૌથી પહેલા તમારા Android સ્માર્ટફોનના સેટિંગ્સમાં જાવ.
ત્યારબાદ નીચે સ્ક્રોલ કરતા Google સેટિંગ્સ પર ટેપ કરો.
આગામી પેજ પર તમને તમારી ગૂગલ પ્રોફાઇલ જોવા મળશે.
આ પેજ પર Manage Your Google Account પર ટેપ કરવું પડશે.
પછી તમારે Data & Privacy સેક્શનમાં જવું પડશે.
આ પેજ પર તમને Web & App Activity નો વિકલ્પ મળશે. તેના પર ટેપ કરી બીજા પેજમાં જાવ.
અહીં તમને Subsettings માં Include Audio and Video activity નો વિકલ્પ જોવા મળશે.
તેના પર લાગેલા ટિકને હટાવી દો અને ગૂગલની ટર્મ ઓફ સર્વિસને એક્સેપ્ટ કરી લો.
આ રીતે તમારા સ્માર્ટફોનનું માઇક્રોફોન એક્સેસ ગૂગલને નહીં મળે. ત્યારબાદ ગૂગલ તમારા સ્માર્ટફોનના માઇક્રોફોનથી આવેલો કોઈ અવાજ રેકોર્ડ કરશે નહીં અને તમે કરેલી વાતો સાથે જોડાયેલ જાહેરાત જોવા મળશે નહીં. એટલું જ નહીં તમારી અંગત વાતો પણ પ્રાઇવેટ રહેશે.

Content Copying Forbidden !!

error: Content is protected !!