તરકિયા ગામે શનિવારે સવારે ૮ થી રાત્રિના ૮ વાગ્યા સુધીમાં બ્લાસ્ટિંગ કરાશે
ચંદ્રપુરના નાલા અને જામસર ગામની નીશાળ પાછળ ખરાબામાં દરોડો
વાંકાનેર: કેરાળાના રીક્ષા ડ્રાઈવીંગ કરતા એક શખ્સ પાસેથી અને માટેલ રહેતા ભરવાડ શખ્સ પાસે જામસર ગામની નીશાળ પાછળ ખરાબામાં છુપાવેલ ઈંગ્લીશ દારૂની બોટલ મળી આવતા પોલીસ ખાતાએ ગુન્હો-પ્રોહી.એકટ કલમ- ૬૫એ. ૧૧૬બી મુજબ દાખલ કરેલ છે.
જાણવા મળ્યા મુજબ વાંકાનેર સીટી પોલિસ સ્ટેશનના પો.કોન્સટેબલ દર્શિતભાઈ ગીરીશભાઈ વ્યાસ, પો.કોન્સ. ધર્મરાજભાઈ પ્રવિણભાઈ કીડીયા તથા જનકભાઈ વલ્લભભાઈ ચાવડા બધા ચંદ્રપુરના નાલા પાસે આવતા
મહેશભાઈ કેસુભાઈ પરમાર જાતે- અનુ.જાતી (ઉ.વ.૨૪) રહે. કેરાળા તા.વાંકાનેર વાળાને રોકી ચેક કરતા તેના નેફામાથી એક ઇંગ્લીશ દારૂની બોટલ મળી આવી છે. કાચની કંપની શીલબંધ બોટલ નંગ-૦૧ કી.રૂ.૩૭૫/- નો મુદ્દામાલ સાથે કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે
બીજા કિસ્સામાં વાંકાનેર તાલુકા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ હરીશચંદ્રસિંહ અજમલસિંહ ઝાલા, એ.એસ.આઈ.ચમન ભાઈ ચાવડા તથા પો.કોન્સ. વિજયભાઈ ડાંગરને બાતમી મળેલ કે મુકેશભાઈ રાણાભાઈ ડાભી/ભરવાડ રહે. માટેલ, શીતળાધાર તા.વાંકાનેર વાળો ઇંગ્લીશ દારૂનું વેચાણ કરે છે અને
ઇંગ્લીશ દારૂનો જથ્થો જામસર ગામની નીશાળ પાછળ ખરાબામાં છુપાવી રાખેલ છે આથી દરોડો પાડી ગુન્હો પ્રોહીબીશન એક્ટ કલમ ૬૫ એ, ૧૧૬બી મુજબ કંપની શીલપેક ઇંગ્લીશ દારૂના પાઉચ નંગ ૭૭ કીંમત રૂ.૭૭૦૦ નો વીદેશી દારૂનો જથ્થો જપ્ત કરી આગળની કાયદેસર કાર્યવાહી શરુ કરેલ છે.
તરકિયા ગામે શનિવારે સવારે ૮ થી રાત્રિના ૮ વાગ્યા સુધીમાં બ્લાસ્ટિંગ કરાશે
વાંકાનેર તાલુકા પોલીસના દાખલ થયેલ એકસપોઝિવ બ્લાસ્ટના ગુન્હા મામલે બોરમાં રાખેલ એકસોલોઝિવને બ્લાસ્ટ કરવા માટેની મજૂરી મળતા તા.૨૨ નાં રોજ તે બ્લાસ્ટ કરવામાં આવનાર હોવાથી ત્યાંથી સવારે ૮ થી રાત્રિના ૮ વાગ્યાના સમય ગાળામાં ત્યાંથી પસાર ન થવા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. પોલીસ ઇન્સ્પેકટર એસ.ઓ.જી મોરબી દ્વારા તા.૧૯-૦૬-૨૦૨૪ નાં રોજ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં એફ.આઇ.આર નંબર 11189008240586 તા.૧૦ નાં રોજ વાંકાનેર તાલુકાના તરકિયા ગામના સરકારી ખરાબાનાં સર્વે નંબર ૧૬૩/૧ પૈકી ૨૪ વળી જગ્યા જે દીપડાધાર તરીકે ઓળખાતી જગ્યામાં બ્લાસ્ટ કરવા માટે ૧૪ બોરમાં આશરે ૬૫૦ કિ.ગ્રા. જેટલો
પ્લાન્ટ કરેલ હોય જેથી આ જથ્થો બહાર કાઢી શકાય તેવી સ્થિતિમાં ન હોવાથી તે બ્લાસ્ટ થવાની શક્યતાઓ હોવાથી આ PESO,વડોદરા તરફથી મંજૂરી મળેલ હોય તેમજ આ ગુન્હા વાળી જગ્યાએ પ્લાન્ટ કરેલ એકસોલોઝિવને નાશ કરવા માટે નામદાર વાંકાનેર કોર્ટ દ્વારા મંજૂરી આપેલ છે. એકસપ્લોઝિવ જથ્થાનો નાશ કરવા માટે જરૂરી સાધનો તથા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટશ્રીની હાજરીમાં તેમજ બે કિ.મીની ત્રિજ્યામાં કોઈ એ પસાર નહિ થવા માટે તા.૨૨-૦૬-૨૦૨૪ નાં સવારે ૮ થી રાત્રિના ૮ વાગ્યા સુધીનાં સમયગાળા પૂરતું પ્રવેશબંધનું જાહેરનામું જિલ્લા કલેકટર કે.બી.ઝવેરી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.