કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

સરકારની રખડતા ઢોર મુદ્દે નવી માર્ગદર્શિકા જાહેર

ઢોરનું રજિસ્ટ્રેશન કરી લાયસન્સ ફરજિયાત બનાવાયુ

રખડતાં પશુઓના માલિક સામે ફરિયાદ દાખલ કરવામાં આવશે
પશુ પકડવાની કામગીરીમાં અડચણ કરનાર સામે પણ પોલીસ કાર્યવાહી કરાશે

અમદાવાદઃ રખડતા ઢોરના વધતા ત્રાસ અને હુમલાઓને લઈને હાઇકોર્ટ દ્ધારા ઝાટકણી કાઢ્યા બાદ રાજ્ય સરકારે રખડતા ઢોર અંગે નિયમો જાહેર કર્યા છે. હાઇકોર્ટની વારંવાર ફટકાર બાદ આખરે રાજ્ય સરકારે મહાનગરપાલિકા અને નગરપાલિકામાં ઢોર રાખવા અને રખડતા ઢોરની સમસ્યા દૂર કરવા માટે કડક નિયમો જાહેર કર્યા છે. નવા નિયમો અનુસાર મનપા અને નપામાં ઢોર રાખવા માટે પશુપાલકે ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવું પડશે.

આ ઉપરાંત ઢોર રસ્તા પર રખડતા દેખાશે તો તેના માલિક પાસેથી રૂ. 1000થી લઈ રૂ. 10,000 સુધીનો દંડ વસૂલવાની પણ જોગવાઈ કરવામાં આવી છે.

આ ઉપરાંત મહાનગરપાલિકા તેમ જ નગરપાલિકાએ પશુઓમાં ટેગ લગાવવાની કામગીરી કરવી પડશે. મંજૂરી માટે નિશ્ચિત ચાર્જ ભરવો પડશે. જાહેર રસ્તાઓ પર ઘાસ વેચાણ અને પશુઓને ઘાસ ખવડાવવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. રાજ્ય સરકારની ગાઇડલાઇન અનુસાર જો રસ્તા પર જો ઘોડા રખડતા પકડાશે તો રૂ. 3000નો દંડ થશે. તેવી જ રીતે ગધેડા, ઘેટાં-બકરાં અને ડુક્કર (ભૂંડ) રખડતાં પકડાશે તો રૂ. 1000નો દંડ વસૂલવામાં આવશે.

રખડતા ઢોરોને નિયંત્રણમાં રાખવા માટે માર્ગદર્શિકાનો ડ્રાફ્ટ તૈયાર કરવા 10 સભ્યોની કમિટીને જવાબદારી સોંપવામાં આવી હતી. તમામ પાસાંઓના વિચારણાની અંતે રાજ્ય સરકારે રખડતા ઢોર માટે માટે એક સર્વમાન્ય માર્ગદર્શિકા જાહેર કરી છે, જેમા હવે મહાનગરપાલિકા ઉપરાંત નગરપાલિકાઓમાં ઢોરનું રજિસ્ટ્રેશન કરી લાયસન્સ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત પશુઓની ઓળખ કરી શકાય તે માટે ચિપ અને ટેગ પણ લગાવવાં પડશે.


સરકારની નવી ગાઇડલાઇન અનુસાર, રોડ પર રખડતા ઢોરનું રજિસ્ટ્રેશન ફરજિયાત રહેશે અને જો રજિસ્ટ્રેશન નહીં કરવામાં આવે તો ઢોરને જપ્ત કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.

આજથી ગેલેક્સી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે કાન, નાક, ગળાના સર્જન ડોકટર સેવા આપશે

સાથે દર ત્રણ વર્ષે પશુઓના લાયસન્સ અને નોંધણી રિન્યુ કરવવાં પડશે. જો પકડાયેલા પશુઓ માલિક નહિ છોડાવે તો દુધાળા પશુઓની હરાજી કરવામાં આવશે. પશુ પકડવાની ટીમમાં સ્થાનિક પોલીસનો સમાવેશ કરવામાં આવશે. પશુ પકડવાની કામગીરીમાં અડચણ કરનાર સામે પણ પોલીસ કાર્યવાહી કરાશે. જે પશુ માલિકો પાસે જગ્યા નહિ હોય તેમને પશુઓ શહેરની બહાર લઈ જવા પડશે. રખડતાં પશુઓના માલિક સામે ફરિયાદ દાખલ કરવામાં આવશે.

લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી

લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

Content Copying Forbidden !!

error: Content is protected !!