13 કરોડ લોકો સહિત ગ્રામીઓને આપી શકશે સેવાઓ: કૃષિ ધીરાણ મંડળીઓના કાર્યોનો વ્યાપ વધશે

સરકાર ખેડૂતોની આવક વધારવા માટે સતત પ્રયત્નશીલ છે. હવે આ ક્રમમાં અમિત શાહની આગેવાનીવાળા સહકાર મંત્રાલયે મંત્રાલય, સૂચના પ્રૌદ્યોગિકી મંત્રાલય, નાબાર્ડ અને સીએસસી ઇ-ગવર્નન્સ સર્વિસીસ ઇન્ડિયા લિમિટેડ વચ્ચે સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યાં છે.

કૃષિ ધિરાણ મંડળીઓ સરકારી સેવાઓ આપી શકશે. સમજૂતી કરાર હેઠળ સર્વિસિંગ સેન્ટર્સ મારફતે પ્રદાન કરવામાં આવતી સેવાઓ હવે પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ આપી શકશે. કેન્દ્રીય ગૃહ અને સહયોગ મંત્રી અમિત શાહ અને કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રૌદ્યોગિકી મંત્રી અશ્વિની વૈષ્ણવની હાજરીમાં આ એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

13 કરોડ લોકો સહિત ગ્રામીણ વસતીને 300થી વધારે સેવાઓ સમજૂતી કરાર પ્રમાણે, પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓના 13 કરોડ લોકો સહિત ગ્રામીણ વસતીને 300થી વધારે સેવાઓ મળી શકશે. તેનાથી પીએસીએસની વ્યાવસાયિક પ્રવૃત્તિઓમાં વધારો થશે અને તેમને આત્મનિર્ભર આર્થિક સંસ્થાઓ બનવામાં મદદ મળશે.
આ સેવામાં બેંકિંગ, આધાર નોંધણી અપડેટ, કાનૂની સેવાઓ, વીમો, કૃષિ સંબંધિત, પાન કાર્ડ, આઇઆરસીટીસી, બસ અને હવાઇ મુસાફરીની ટિકિટનો સમાવેશ થાય છે.
