પેશકદમી કરનારાઓ સામે લેન્ડ ગ્રેબીગ હેઠળ ગુનો નોંધવા કલેક્ટરને રજુઆત
વાંકાનેર તાલુકાના સરતાનપર ગામે સરકારી જમીન ઉપર સીરામીક કારખાના દ્વારા ગેરકાયદે બાંધકામ કરીને આ જમીન પચાવી પાડી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જો કે સરકારી ખરાબાની જમીન આ રીતે પચાવી પાડયાની અગાઉ રજુઆત કરી હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતા ફરી કલેક્ટરને રજુઆત કરીને સરકારી જમીન પર પેશકદમી કરનારાઓ સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુન્હો નોંધવાની માંગ કરી છે.
નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઇન્ડિયાએ મોરબી જિલ્લા કલેક્ટરને રજુઆત કરી હતી કે, વાંકાનેર તાલુકામાં આવેલ સરતાનપર ગામે આવેલ સરકારી ખરાબાની જમીન પર સીરામીક કારખાના દ્વારા અંદાજીત 10 વિઘાથી વધુની જમીન પર બાંધકામ કર ને કરોડો રુપિયાની
જમીન પર પેશકદમી કરી હોય આ થયેલ દબાણ હટાવવા અને લેન્ડગ્રેબીંગ કરીને આવા લોકો સામે કડક એ કાર્યવાહી કરવા ગત તા.૩|૩|૨૦૨૩ નાં રોજ અરજી આપેલ હોય હજુ સુધી આ દબાણ હટાવવામાં આવ્યું નથી.
તેથી ફરી રજુઆત કરી આ દબાણ તાત્કાલીક દુર કરવામાં આવે અને સીરામીક ફેક્ટરીના માલીક સામે ગુન્હો દાખલ કરી ને દાખલો બેસાડવામાં આવે કે જેથી કરીને આગામી દિવસોમાં કોઈ પણ વ્યકિત આવી રીતે સરકારી જમીન પર નાણાં કમાવવાનાં હેતુંથી આવા દબાણો ન કરે.