કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

એપ્રિલથી ગુજરાતમાં ઘઉંની સરકારી ખરીદી શરૂ થશે 

આગામી પહેલી એપ્રિલથી ૧૫ જૂન સુધી રાજ્યભરનાં ૨૩૭ કેન્દ્રો-ગોડાઉન પરથી ખરીદી કરવામાં આવશે 

ગુજરાત સરકારે ઘઉંના સતત ઘટી રહેલા ભાવને ધ્યાનમાં રાખીને ગુજરાતમાંથી આગામી એપ્રિલ મહિનાથી ઘઉંની ટેકાના ભાવથી ખરીદી કરવાની જાહેરાત કરી છે. આ સાથે રાજ્ય સરકારે આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ હોવાથી રાજ્યમાં સૌપ્રથમ વાર ઘઉંની સાથે બાજરી, જુવાર અને રાગીની પણ ટેકાના ભાવથી ખરીદી કરવાની જાહેરાત કરી છે.

ગુજરાત સરકારે સત્તા વાર રીતે એક યાદીમાં જણાવ્યું હતું કે રાજ્યમાં એમએસપી (મિનિમમ સપોર્ટ પ્રાઇસ)થી ખરીદી માટે ખેડૂતોની પહેલી માર્ચથી એક મહિના માટે ઑનલાઇન નોંધણી કરવામાં આવશે અને આગામી પહેલી એપ્રિલથી ૧૫ જૂન સુધી રાજ્યભરનાં ૨૩૭ કેન્દ્રો-ગોડાઉન પરથી ખરીદી કરવામાં આવશે.

કેન્દ્ર સરકારે ચાલુ વર્ષે ઘઉંની એમએસપી પ્રતિ ૨૦ કિલો ૪૨૫ રૂપિયા એટલે કે ક્વિન્ટલના ૨૧૨૫ રૂપિયા જાહેર કર્યા છે. સમગ્ર ગુજરાતમાં મિલ ક્વૉલિટીના ઘઉંના ભાવ અત્યારે ૪૦૦થી ૪૫૦ રૂપિયાની વચ્ચે જ ચાલી રહ્યા છે. જો ભાવ વધુ ઘટશે તો ખેડૂતો એમએસપીમાં વેચાણ કરી શકે છે.

જોકે સરકારની જાહેરાતને પગલે ઘઉંના ભાવ હવે બહુ ઘટે એવી ધારણા ઓછી છે, પરંતુ જો સરકાર કોઈ પગલાં લે તો ભાવ નીચા આવી શકે છે અને સરકારને નછૂટકે ટેકાના ભાવથી ઘઉંનું વેચાણ કરવું પડે એવી સ્થિતિ ઊભી થઈ શકે છે. 

Content Copying Forbidden !!

error: Content is protected !!