માટેલધામ ખાતે સફાઈ અભિયાન હાથ ધરાયું
વાંકાનેર: ‘એલ્ડર હેલ્પ લાઈન 14567’ દ્વારા વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામની એસ.એમ.પી. સ્કૂલ ખાતે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીને સ્વરક્ષણ તાલીમ આપી વરિષ્ઠ નાગરિક હેલ્પ લાઈન 14567, વૃદ્ધોના અધિકાર, વૃદ્ધોના કાયદા, ટ્રાફિક અવરનેસ તથા સાઇબર ક્રાઇમ 1930 હેલ્પ લાઇન વિશે જાણકારી આપી વિવિધ સરકારી યોજના અંગેની માહિતી આપવામાં આવી હતી.
આ ઉપરાંત પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવતી મહિલાલક્ષી ‘SHE ટીમ’ની કામગીરી સહિત મહિલા તથા કિશોરીને ઘરેલુ હિંસા વિશે માહિતી આપી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વાંકાનેર તાલુકાના પીએસઆઇ એલ. એ. ભરગા, તાલુકા પોલીસ સ્ટેશન ટીમ, એલ્ડર હેલ્પ લાઈન, મોરબી જિલ્લા ફિલ્ડ રિસ્પોન્સ ઓફિસર રાજદીપ પરમાર, શાળાના આચાર્ય, સ્ટાફ અને વિદ્યાર્થીઓએ ભાગ લઈને માર્ગદર્શન મેળવ્યું હતું. કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય બાદી દ્વારા પ્રોગ્રામની માહિતી આપી સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
માટેલધામ ખાતે સફાઈ અભિયાન હાથ ધરાયું
વાંકાનેર: અયોધ્યા ખાતે શ્રીરામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત દેશભરમાં તમામ ધર્મસ્થાનોમાં સઘન સફાઈ અભિયાન હાથ ધરવા નક્કી કરવામાં આવતા મોરબી જિલ્લામાં વાંકાનેર નજીક આવેલ પ્રસિદ્ધ આઇશ્રી ખોડિયાર માતાજી મંદિર ખાતે એટીડીઓ સોલંકી વાંકાનેર, માટેલ તલાટી કમ મંત્રી ડાભી તેમજ સરપંચ અને સેવાભાવી નાગરિકો દ્વારા માટેલધામ ખાતે સફાઈ અભિયાન હાથ ધરી મંદિર પરિસરને સ્વચ્છ સુઘડ બનાવવામાં આવ્યું હતું.