કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

જમીન માપણીની ભૂલો સુધારવા સરકારશ્રીનો નિર્ણય

જમીન માપણીની ભૂલો સુધારવા સરકારશ્રીનો નિર્ણય

‘ભૂમિ સીમાંકન’ નામની એકસમાન પદ્ધતિ લાગુ કરવામાં આવશે

તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારોને વધુ સત્તા આપી

જો તમારી ખેતીની જમીનની માપણીમાં કોઈ ભૂલ રહી ગઈ છે અને તમે તેને સુધારવા માટે સરકારી કચેરીઓના ધક્કા ખાઈને થાકી ગયા છો, તો તમારા માટે એક ખૂબ જ રાહતના સમાચાર છે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો અને ગ્રામીણ નાગરિકોના હિતમાં એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જે ગામોમાં જમીનની માપણી (પ્રમોલગેશન) પૂરી થઈ ગઈ છે, પણ તેમાં ક્ષતિઓ (ભૂલો) રહી ગઈ છે, તે સુધારવા માટે હવે આખા રાજ્યમાં ‘ભૂમિ સીમાંકન’ નામની એકસમાન પદ્ધતિ લાગુ કરવામાં આવશે.
આ નિર્ણયથી ખેડૂતોની વાંધા અરજીઓનો ઝડપી અને પારદર્શક રીતે ઉકેલ આવશે, જેનાથી ‘ગુડ ગવર્નન્સ’ (સુશાસન) અને ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ને પણ મોટો વેગ મળશે.
જિલ્લા કક્ષાએ બનશે ખાસ ‘ભૂમિ સીમાંકન સમિતિ’
મુખ્યમંત્રીએ મહેસૂલ વિભાગની ઉચ્ચસ્તરીય બેઠકમાં સ્પષ્ટ દિશાનિર્દેશ આપ્યા છે કે, દરેક જિલ્લામાં કલેક્ટરની અધ્યક્ષતામાં એક ‘ભૂમિ સીમાંકન સમિતિ’ની રચના કરવામાં આવે. આ સમિતિ પોતાના જિલ્લામાં જમીન માપણી અને ભૂલો સુધારવાની કામગીરી પર સીધી દેખરેખ રાખશે. આ કમિટીમાં કલેક્ટર ઉપરાંત નિવાસી અધિક કલેક્ટર, જમીન દફતરના નાયબ નિયામક (SLR), પ્રાંત અધિકારી, DILR, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી (TDO), જમીન સંપાદન અધિકારી અને સરદાર સરોવર પુન:વસવાટ એજન્સીના પ્રતિનિધિ પણ સામેલ હશે.અરજીઓના ઝડપી નિકાલ માટે નક્કી કરાઈ 7 કેટેગરી
જમીન માપણીમાં રહી ગયેલી ભૂલો સુધારવા માટે આવતી અરજીઓનો ગૂંચવાડો ન થાય અને આયોજનબદ્ધ રીતે તેનો નિકાલ થાય તે માટે મહેસૂલ વિભાગે આવી અરજીઓને 7 અલગ-અલગ કેટેગરીમાં વહેંચી દીધી છે:
સરકારી કે જાહેર હિતની જમીન ઘટી ન હોય અને કોઈ વાંધો ન હોય.
સરકારી જમીન ઘટી ન હોય, કોઈ વાંધો બાકી ન હોય અને ખાતેદારને પણ કોઈ પ્રોબ્લેમ ન હોય.
સરકારી જમીન ઘટી ન હોય, પણ વાંધા અરજીઓ પેન્ડિંગ હોય.
સરકારી જમીન ઘટી ગઈ હોય અને વાંધા અરજીઓ પણ પેન્ડિંગ હોય (આને 3A કેટેગરી નામ અપાયું છે).
ગામના ૩૦% થી વધારે સરવે નંબરોમાં કબજા ફેરફાર (અવલ-દવલ) થઈ ગયો હોય.
ગામના વાંધાઓ માત્ર કોઈ એક ચોક્કસ વિસ્તાર પૂરતા જ સીમિત હોય.
૩૦% થી વધુ નંબરોના ક્ષેત્રફળ અને આકૃતિમાં મોટો ફેરફાર (Cascading Effect) થયો હોય, અથવા હજુ પ્રમોલગેશન જ ન થયું હોય.હવે અધિકારીઓ સામેથી આવશે: શરૂ થશે ‘મોબાઈલ મેજિસ્ટ્રેટ કોર્ટ’
આ નિર્ણયની સૌથી મોટી અને સારી વાત એ છે કે, જમીન માપણીને લગતા જટિલ પ્રશ્નોના ઉકેલ માટે હવે ખેડૂતોએ કચેરીએ જવાની જરૂર નહીં પડે. મુખ્યમંત્રીએ તાલુકા વિકાસ અધિકારી (TDO) અને મામલતદારોને વધુ સત્તા આપી છે. હવે ‘મોબાઈલ મેજિસ્ટ્રેટ કોર્ટ સમિતિ’ બનાવવામાં આવશે, જે ગુજરાત જમીન મહેસૂલ કાયદાની કલમ 119, 120 અને નિયમ 21 મુજબ સ્થળ પર જઈને જ કાયદેસરની કાર્યવાહી કરી પ્રશ્નનો નિકાલ લાવશે. આનાથી લોકોના સમય અને શક્તિ બંનેની બચત થશે અને વહીવટમાં પારદર્શિતા આવશે….

Content Copying Forbidden !!

error: Content is protected !!