નવરંગ નેચર ક્લબ- રાજકોટ દ્વારા આયોજન
૨જી સપ્ટેમ્બરે દ્વારા અળસિયાનું અને કોકોપીટનું ખાતર પણ મળશે
વાંકાનેર ખાતે ૨જી સપ્ટેમ્બરે નવરંગ નેચર ક્લબ દ્વારા કેસર કલમી આંબા અને વિવિધ ફૂલછોડનું રાહતદરે વેચાણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટના નવરંગ નેચર ક્લબ વાંકાનેર મુકામે તા.૦૨/૦૯/૨૦૨૩, ને શનિવારના રોજ બપોરે ૦૩:૦૦ થી ૦૭:૩૦ વાગ્યે ગાયત્રી શક્તિપીઠ, મહાકાળીની ટેકરી પાસે ઓર્ગેનિક ખાદ્ય વસ્તુઓ અને રોપાનું રાહતદરે વેચાણ કરવામાં આવશે. જેમાં કેસર કલમી આંબાનું રૂ.૧૧૦ની કિમતે વિતરણ કરવામાં આવશે. આ સાથે કાલીપતી કલમી ચીકુ, લોટણ નાળીયેરી, લીંબુ, જામફળ, સીતાફળ, રાવણા, આસોપાલવ વગેરે રોપાઓનો સમાવેશ કરવામાં આવશે.
જ્યારે પુંઠાના ચકલીઘરનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે, તો હાથે ખાંડેલ દેશી ઓસડીયા જેવાકે સરગવાનો પાવડર, ડોડીનો પાવડર, ત્રિફળા, હરડે, અશ્વગંધા, સતાવરી, બાવચી, અરડૂસીના પાન, મીઠા લીંબડાના પાન, સુંઠ, સિંધાલુણ, સંચળ પણ મળી જશે. આ ઉપરાંત અળસિયાનું અને કોકોપીટનું ખાતર, પ્યોર મધ, પ્લાસ્ટીકના ચબુતરા,કપડાની થેલીઓ, માટીના કુંડા, તાવડી, દેશી હાથ ઘડાવ માટીના પાટિયા, વિવિધ જાતના કઠોળ, વિવિધ જાતના શાકભાજીના બિયારણો જેવા કે ગુવાર, ભીંડા, મરચી, રીંગણી, ટમેટી, દૂધી, કરેલા, ગલકા, તુરિયા, કાકડી, વાલોર, ચોળી, વિવિધ જાતના શાકભાજીના બિયારણો જેવાકે બ્લુ ક્રોટન, મધુકામિની, નાગરવેલ, જેસ્ટોફર, પારસ, મહાગુની, જાસુદ, મોગરા, રસુલીયા, બહુનીયા, સત્યમ ઓર્ગેનિકના વિવિધ ખાતરો અને વ્યસનમુક્તિ માટે ૐ આયુર્વેદ માવા સહિતની ચીજ વસ્તુઓ રાહતદરે મળશે.
આ માટે રાજકોટ નવરંગ નેચર ક્લબના પ્રમુખ વી.ડી.બાલા વાંકાનેર ગાયત્રી શક્તિપીઠના મહંત અશ્વિનભાઈ રાવલ, ભુપતભાઈ છૈયાનો સંપર્ક કરવાનું આ યાદીમાં જણાવાયુ છે. જ્યારે કાર્યક્રમને સફળ બનાવવા ધ્રુવગીરી ગોસ્વામી, કાર્તિકભાઈ રાવલ, જીતુભાઈ અપારનાથી, રાહુલભાઈ જોબનપુત્રા, રામદે ભાટિયા, રવિ લખતરીયા, ચંદ્રસિંહ ઝાલા, મુળુભા ઝાલા, ગૌરવભાઈ પટેલ વગેરેએ જહેમત ઉઠાવી રહ્યા છે.