કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ બેલેટ પેપરથી યોજાશે

ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ બેલેટ પેપરથી યોજાશે

ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે સૂચના અપાઈ

ગુજરાતમાં આગામી મહિનામાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૈકી આશરે 4674 જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી બેલેટ પેપરથી યોજવા માટે કવાયત હાથ ધરી હોવાની જાણકારી મળી રહી છે. જોકે, તે સિવાયની તાલુકા, જિલ્લા અને નગરપાલિકાઓની બાકી ચૂંટણીઓ ઈવીએમથી યોજાશે એમ કહેવાઈ રહ્યું છે. રાજ્ય ચૂંટણી પંચમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજવાની દિશામાં ધમધમાટ શરુ થયો છે. આ અંગે ટૂંક સમયમાં જાહેરનામુ પ્રસિધ્ધ કરાય તેવી શક્યતા નકારી શકાતી નથી.

એક જાણકારી એવી છે કે, રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ (કલેકટરો), પ્રાંત અધિકારીઓને પરિપત્ર પાઠવીને ગ્રામ પંચાયતોની ચૂંટણી બેલેટ-પેપરથી યોજવાની જાણ કરી છે. આ માટે મોટાપાયે મત-પેટીઓની જરુરિયાત ઉભી થશે. મતદાન પછી આ મત-પેટીઓને મતગણતરી સુધી સાચવી રાખવા માટે જિલ્લા-તાલુકા કક્ષાએ સ્ટ્રોંગ રુમની પણ જરુર ઉભી થવાની છે ત્યારે જરુરી મતપેટીઓ અને સ્ટ્રોંગ રુમની ઝડપભેર વ્યવસ્થા ઉભી કરવા માટે પણ કહેવાયું હોવાનું જાણવા મળ્યું છે.

ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે સૂચના અપાઈ છે કે ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં (1) ઉમેદવારી પત્રો સહિતના ઉપયોગી ફોર્મ સ્થાનિક કક્ષાએ છપાવીને ઉપયોગમાં લઈ શકાય તે માટે પણ ચૂંટણી આયોગે સૂચના આપી છે. (2) ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે જરુરી સ્ટેશનરી, સાધન સામગ્રી પણ જે તે જિલ્લાના કલેકટરો દ્વારા સ્થાનિક કક્ષાએથી ખરીદી કરાશે.

(3) ગ્રામ પંચાયતોના મતદાન મથકોની વિગતો કલેકટરે ગુજરાત સરકારના વિકાસ કમિશનરને મોકલવાની રહેશે (4) મતદાન મથક દીઠ ચૂંટણી માટે થનાર ખર્ચ અનુસંધાને ગ્રાન્ટ મેળવવાની કાર્યવાહી પણ કરવાની રહેશે…

Content Copying Forbidden !!

error: Content is protected !!