કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ડીડીઓના આદેશથી હસનપરમા દબાણ હટાવતી ગ્રામ પંચાયત

ઢોર ડબ્બામાં દુકાન, તલાટી મંત્રીના ક્વાટર્સ ઉપર મકાન બનાવી દેવાયું હતું

વાંકાનેર : વાંકાનેર તાલુકાના હસનપર ગામે ગ્રામ પંચાયત હસ્તકની સરકારી મિલ્કત ઉપર કબ્જો કરી લઈ ઢોર ડબ્બામાં પાકી દુકાન, શૌચાલય બનાવવાની સાથે દબાણકર્તાઓ દ્વારા સ્નાનઘાટ પચાવી પાડી તલાટી કમ મંત્રીના ક્વાટર્સમાં રહેણાંક મકાન ચણી નાખતા ડીડીઓના આદેશ બાદ આજે ટીડીઓ વાંકાનેર દ્વારા પોલીસની મદદથી અલગ અલગ પાંચ દબાણ પંચાયત બોડી સાથે રહી ખુલ્લા કરાવાયા હતા.

વાંકાનેર તાલુકાનાં હસનપર ગામે સરૈયા ભરતભાઇ મશરૂભાઈ દ્વારા ગ્રામપંચાયતના માલઢોર પુરવાના ડબ્બાની બાજુમાં પાકી દુકાન તથા શૌચાલય બનાવીને પાકું દબાણ, ભૂરીબેન હક્કાભાઈ છૂછરા દ્વારા સ્નાન ઘાટની જગ્યા પરનું દબાણ, મદ્રેસણીયા દેવરાજ લાલજીભાઇ દ્વારા સ્વચ્છતા કેન્દ્રમાં રહેણાક કરી દબાણ, રાજેશભાઈ હકાભાઈ મુંધવા દ્વારા મંત્રીનાં ક્વાર્ટરની ખાલી જગ્યા પર પાકુ બાંધકામ કરી રહેણાક મકાન બનાવ્યાનુ દબાણ, બાબરીયા ઉમેશભાઈ કેશુભાઈ દ્વારા શક્તીપરા જૂની પ્રાથમીક શાળામાં ગાયો,ભેંસો બાંધી તથા નીરણ ભર્યાનું દબાણ કરેલ હતું.

આ તમામ દબાણકારોને ગ્રામ પંચાયત દ્વારા દબાણો દૂર કરવા અગાઉ નોટીસો આપેલ તેમજ સમજૂત કરેલ. આમ છતાં દબાણો દૂર ન કરાતા હસનપર ગ્રામ પંચાયત દ્વારા તા-06/07/2023 ના રોજ દબાણ દુર કરવા આખરી નોટિસ આપેલ. આખરી નોટિસ આપવા છતા દબાણો દૂર ન થતાં જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ ડી. જાડેજાની સુચના મુજબ તાલુકા વિકાસ અધિકારી વાંકાનેર ડી.કે.પરમાર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે આજરોજ હસનપર ગામના ઉપર મુજબના દબાણોદૂર કરવાની કાર્યવાહી કરેલ હતી.

આ કાર્યવાહીમાં ભૂરીબેન હક્કાભાઈ છૂછરા દ્વારા સ્નાન ઘાટની જગ્યા પરનું દબાણ હટાવી, સરૈયા ભરતભાઇ મશરૂભાઈ દ્વારા ગ્રામપંચાયતના માલઢોર પુરવાના ડબ્બાની બાજુમાં બનાવેલ પાકી દુકાન તથા શૌચાલયનુ પાકું દબાણ તથા રાજેશભાઈ હકાભાઈ મુંધવા દ્વારા મંત્રીનાં ક્વાર્ટરની ખાલી જગ્યા પર પાકુ બાંધકામ કરી બનાવેલ રહેણાક મકાનનું દબાણ તોડી ને દુર કરેલ તેમજ મદ્રેસણીયા દેવરાજ લાલજીભાઇ દ્વારા સ્વચ્છતા કેન્દ્રમાં રહેણાક કરેલ જે દબાણ હટાવી સ્વચ્છતા કેન્દ્રને સીલ મારી બાબરીયા ઉમેશભાઈ કેશુભાઈ દ્વારા શક્તીપરા જૂની પ્રાથમીક શાળામાં ગાયો,ભેંસો બાંધી તથા નીરણ ભર્યાનું દબાણ કરેલ જે દબાણ દુર કરી ગ્રામ પંચાયતે જગ્યાનો કબજો મેળવેલ હતો.

  • લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી

    લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

Content Copying Forbidden !!

error: Content is protected !!