મેસરીયા: તારીખ 26-01-2024ને શુદ્ધવારના રોજ વાંકાનેર તાલુકાના મેસરીયા ગામની મેસરીયા તા. શાળામાં ૭૫ માં ગણતંત્ર દિવસની રંગારંગ ઉજવણી કરવામાં આવી. આ રાષ્ટ્રિય પર્વની ઉજવણીમાં ગામના સરપંચશ્રી વસંતબેન હસમુખભાઈ ભુસડિયા, ઉપસરપંચશ્રી જગદીશભાઈ સાકળિયા, મહિલા સરપંચશ્રીના પતિ હસમુખભાઈ તથા ગામ આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. શ્રી મેસરીયા પ્રા. શાળાના બાળકો દ્વારા ખૂબ જ ઉત્સાહ પૂર્વક સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવ્યો હતો.
હસમુખભાઈ ભૂસડિયા, જગદીશભાઈ સાકળિયા, શેલુભાઈ કોબીયા, અશોકભાઈ રાઠોડ, દેવકુભાઇ ધાધલ, બંસીદાસ બાપુ, ચિરાગભાઈ મોદી તેમજ અન્ય ગ્રામજનો દ્વારા બાળકોને શૈક્ષણિક કીટ તેમજ રોકડ પુરસ્કાર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને શાળાના શિક્ષકો તથા બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો