વાંકાનેર: લોકોની ફરિયાદોના નિવારણ માટે ટંકારા તાલુકા કક્ષાએ યોજાતો જાન્યુઆરી-2026 માસનો ‘ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ આગામી તા.21ના રોજ સવારે 11:00 કલાકે ટંકારા મામલતદાર કચેરી ખાતે યોજાશે.


આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં તાલુકા કક્ષાના પ્રશ્નો -ફરિયાદો સમયમર્યાદામાં ગ્રામ્ય કક્ષાએ તલાટી મંત્રીને તથા તાલુકા કક્ષાએ મામલતદાર કચેરીને તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ હેઠળની અરજી સ્વરૂપે પહોંચતા કરવાના રહેશે અને આ અરજીના મથાળે ‘તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ લખવાનું રહેશે. નિયત સમયમર્યાદા પછી મળેલી અરજીઓ આવતા મહિને ધ્યાનમાં લેવામાં આવશે જેની નોંધ લેવી…
