કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

વાંકાનેરમા કરિયાણાના વેપારી વ્યાજના વિષચક્રમા ફસાયા

12.50 લાખના 28.80 લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી અને મફતમા ચીજવસ્તુ પડાવી

વાંકાનેરના હસનપર ગામે કરિયાણાના વેપારીએ ધંધામા જરૂરિયાત પડતા બે વ્યાજખોરો પાસેથી ઉંચા વ્યાજે અનુક્રમે 5 લાખ અને 12.50 લાખ મેળવી બદલામાં 28.80 લાખ ચૂકવવા છતાં વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી કરી મફતમાં ચીજવસ્તુઓ પડાવી લઈ જાનથી મારી નાખવા ધમકી આપતા વાંકાનેર પોલીસ મથકમાં બન્ને વ્યાજખોરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. 

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના હસનપર ગામે રહેતા અને કરિયાણાની દુકાન ધરાવતા ઉતમભાઇ અવચરભાઇ પીપળીયાએ ધંધામાં જરૂરત પડતા આરોપી ભરતભાઇ ચોંડાભાઇ પરસોંડા, રહે. જલારામ જીન પાસે, ભાટીયા સોસાયટી વાંકાનેર વાળા પાસેથી 5 લાખ અને સુરેશભાઇ ભલાભાઇ ડાભી, રહે. ધમલપર વાળા પાસેથી રૂ.12.50 લાખ વ્યાજે લીધા હતા. 

બાદમાં ઉત્તમભાઈએ આરોપી વ્યાજખોર ભરતભાઇ ચોંડાભાઇ પરસોંડાને 3.60 લાખ અને સુરેશભાઇ ભલાભાઇ ડાભીને 28.80 લાખ ચૂકવી દેવા છતાં પણ બન્ને આરોપીઓ વધુ પૈસા કઢાવવા ધાકધમકી આપી દુકાને આવી મફતમાં ચીજ વસ્તુ પડાવી જઈ ઉઘરાણીનો હવાલો આપી દઇ જાનથી મારી નાખવા ધમકી આપતા આ મામલે ઉતમભાઈની અરજી બાદ વાંકાનેર સીટી પોલીસે બન્ને વ્યાજખોર વિરુદ્ધ આઇપીસી કલમ 384, 506 તથા ગુજરાત નાણા ધીરધાર કરનારાઓ બાબતે અધિનિયમ 2011 ની કલમ 5, 40, 42(એ), 42(ડી) મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!