ધારાસભ્યશ્રી જીતુભાઈ સોમાણીનાં વરદ્ હસ્તે કરવામાં આવ્યું
આગેવાનો, સ્થાનિક સંસ્થાઓના પ્રતિનિધિઓ/ હોદેદારો/ સરપંચશ્રીઓની હાજરી
વાંકાનેર: ગઈ કાલે 67- વાંકાનેર-કુવાડવા મતવિસ્તારનાં વાંકાનેર તાલુકાનાં ગારીડા ગામથી સમઢીયાળા, રાતડીયા, ગુંદાખડા, સતાપર, અદેપર, વિનયગઢ તેમજ તરકીયા ગામને જોડતો મુખ્ય રોડનાં રીસરર્ફેસીંગ કામનું ખાતમુહૂર્ત ધારાસભ્યશ્રી જીતુભાઈ સોમાણીનાં વરદ્ હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વાંકાનેર તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિશ્રી હરૂભા ઝાલા, જીલ્લા પંચાયત સદસ્યશ્રીઓ જાહીરઅંબાસ શેરસીયા અને નવઘણભાઈ મેઘાણી, મોરબી જિલ્લા ભાજપ મંત્રીશ્રી પ્રજ્ઞેશભાઈ પટેલ, 
વાંકાનેર નગરપાલિકા પૂર્વ પ્રમુખ અને કાઉન્સિલરશ્રી રમેશભાઈ વોરા, મોરબી જિલ્લા ભાજપ ઉપપ્રમુખશ્રી અશ્વિનભાઈ મેઘાણી, મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા મંત્રી હેમુભાઈ ધરજીયા, તાલુકા પંચાયત સદસ્યશ્રી અજયભાઈ વિંજવાડીયા, 
ભાજપ યુવા આગેવાનશ્રી ચેતનભાઈ ગોસ્વામી, રાતડીયા સરપંચશ્રી રાજુભાઈ મેર, સમઢીયાળા સરપંચશ્રી ગગજીભાઈ ઓળકિયા, સતાપર સરપંચશ્રી હીરાભાઈ ગણાદીયા, તરકીયા સરપંચશ્રી જનકભાઈ ડાભી, મેસરીયા સરપંચશ્રી હસમુખભાઇ ભુસડીયા, ઠીકરીયાળા સરપંચશ્રી હકાભાઈ માંડાણી, 
ભલગામ સરપંચશ્રી લખાભાઈ હીરાભાઈ, સરતાનપર સરપંચશ્રી અલુભાઈ કુરેચા, કોઠારીયા સરપંચ આંબાભાઈ કોબિયા ઉપરાંત હકાભાઈ ધરજીયા, જીતુભાઈ પટેલ, વેરસીભાઈ માલકીયા, પોલાભાઈ બેડવા, કેશુભાઈ ભાલીયા, કરશનભાઈ રબારી, હોલમઢ ગામ પૂર્વ સરપંચશ્રી છગનભાઈ ખમાણી, ગોપાલભાઈ મઢવી વગેરે સહિત બહોળી સંખ્યામાં સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં.




