યોજના પાછળ 12 લાખ રૂપિયાના ખર્ચનો અંદાઝ
વાંકાનેર: શહેરના સામા કાંઠે વસેલ નવાપરામાં વર્ષો પહેલા નખાયેલ પીવાના પાણીની પાઇપ લાઈન તૂટી- સડી ગયેલ હોઈ નવી લાઈન નાખવાની જરૂરિયાત ઉભી થઇ હતી, આ વિસ્તારના લોકોની પાઇપ લાઈન બદલવાની માંગણીને અનુલક્ષીને 
વાંકાનેર નગર પાલિકા દ્વારા સ્વર્ણિમ ગુજરાત ગ્રાન્ટ હેઠળ અંદાઝે 12 લાખના ખર્ચે આ વિકાસ કામ મંજુર કરવામાં આવેલ, મચ્છુ નદીથી પંચાસર રોડ વચ્ચે આવેલ નવાપરા, ખડીપરા, કુબલિયાપરા અને જીઆઇડીસીમાં વસતા 1600 જેટલા કુટુંબોને અંદાઝે 750 થી 900 મીટર લાંબી લાઈન નખાવાથી સમસ્યાના હલ થકી રાહત થશે.

ગઈ કાલે ધારાસભ્ય જીતુભાઇ સોમાણીના વરદ હસ્તે ખાતમુહૂર્તનો કાર્યક્રમ નવાપરા ગરબી ચોક ખાતે યોજવામાં આવેલ, જેમાં પાલિકા ઉપપ્રમુખ, સદસ્ય, સ્થાનિક આગેવાનો, નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા, ખાતમુહૂર્ત પછી લોકોના ચહેરા પર પીવાના પાણીની સમસ્યા દૂર થવાની આશાએ ખુશી વ્યાપી હતી….


